fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢ હત્યારા સાધુ કેસમાં મોટો ખુલાસોઃ આ કારણે કરી હતી ૮ લોકોની કરપીણ હત્યા

હરિયાણાના હિસ્સાર ખાતેના બરવાલાના પૂર્વ ધારાસભ્ય રેલુરામ પુનિયા અને તેમના પત્ની સહિત પરિવારના ૮ સભ્યોની હત્યા કરવાના ચકચારી પ્રકરણમાં દોષિત ઠરેલા ખૂંખાર ગુનેગાર સંજીવને અંબાલા એસટીએફની ટીમે ગત રવિવારે રાતે મેરઠ નેશનલ હાઈવે પરથી ઝડપી પાડયો હતો. ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, વર્ષ ૨૦૧૮માં પેરોલ જંમ્પ કરી ફરાર થઈ ગયેલો હત્યારો સંજીવ પોલીસની આંખમાં ધૂળ નાંખવા ગુજરાતના જુદા – જુદા આશ્રમમાં સાધુ વેશ ધારણ કરી રહેતો હતો. સહારનપુરનો રહીશ સંજીવ સ્પોર્ટસ મીટમાં ભાગ લેવા વર્ષ ૧૯૯૭માં લખનવ ગયો હતો. જ્યાં તેની મુલાકાત સોનિયા (રહે. હિસ્સાર, હરિયાણા) સાથે થઈ હતી. જે પૂર્વ ધારાસભ્ય રેલુરામ પુનિયાની પુત્રી હતી. સોનિયા પણ સ્પોર્ટસ મીટમાં ભાગ લેવા તેની માતા કૃષ્ણાબેન સાથે ત્યાં ગઈ હતી. સંજીવ અને સોનિયા વચ્ચેની મુલાકાત પ્રેમમાં પરીણમી હતી. જે બાદ ડિસેમ્બર ૧૯૯૮માં બંનેએ લગ્ન કરી લીધા હતા.

સોનિયાના આ પગલાંને લઈ તેના ઘરના સભ્યો નારાજ હતા. જેને લઈ સોનિયા અને તેના ઘરના સભ્યો વચ્ચે ઝઘડા થતાં હતા. જેના કારણે ઓગસ્ટ – ૨૦૦૧માં સંજીવ અને સોનિયાએ ભેગા મળી પિતા રેલુરામ, માતા કૃષ્ણા, ભાઈ સુનિલ, ભાભી શકુંતલા, પ્રિયંકા, ૪ વર્ષના લોકેશ, અઢી વર્ષની શિવાની અને દોઢ મહિનાની પ્રિતીની તિષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. જેની હિસ્સારના ઠકલાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે જે તે વખતે સંજીવ અને તેની પત્ની સોનિયા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. ૩૧ મે ૨૦૦૪માં હિસ્સારની કોર્ટે સોનિયા અને સંજીવને ફાંસીની સજા ફટકારી હતી. જેથી બંને આરોપીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા ઉમ્રકેદમાં તબદીલ કરી દીધી હતી.

ખૂંખાર સંજીવે અંબાલા, યમુનાનગર, કુરૃક્ષેત્ર, ઝજ્જર, રોહતક અને ફરીદાબાદમાં કાપી હતી. સંજીવની અંબાલા જેલમાં પણ ગુનાઈત પ્રવૃતિને ધ્યાનમાં લઈ તેને કુરૃક્ષેત્ર જેલમાં ધકેલ્યો હતો. જે બાદ બોગસ સરનામાને આધારે પેરોલ પર બહાર આવી ફરાર થઈ ગયો હતો. ખૂંખાર સંજીવે ગુજરાતમાં આવી ભગવો ધારણ કરી લીધો હતો. તે ઓમ આનંદગીરી (દશનામ અખાડા) નામ ધારણ કરી સાધુ વેશમાં જુદા – જુદા આશ્રમમાં રહેવા લાગ્યો હતો. કેદી સંજીવે દાઢી અને વાળ વધારી તેનો હુલિયો પણ બદલી નાંખ્યો હતો. કહેવાય છે કે, મોટાભાગે તેે સૌરાષ્ટ્ર તરફ પબ્લિકની વચ્ચે બિન્દાંસ્ત રહ્યો હતો. તે જાહેર કાર્યક્રમોમાં પણ જતો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/