fbpx
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે ફરી અપનાવી રિસોર્ટ પોલીસી



ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ઘણાસાણ મચ્યું છે ત્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવારોને બચાવવા ફરી એકવાર રિસોર્ટ પોલીસી અપનાવી છે. બનાસકાંઠા કોંગ્રેસે ફરીથી રિસોર્ટ પોલિસી અપનાવી છે. ચૂંટણીમાં હારની ભીતિએ ઉમેદવારોને અંડર ગ્રાઉન્ડ કર્યા છે. ભાભર નગરપાલિકાના કોંગી ઉમેદવારો ખાનગી જગ્યા લઇ જવાયા છે. ફોર્મ પરત ખેંચે તો ભાજપ બિનહારીફ થવાની ભીતિએ ખસેડાયા છે. ૭ જેટલા સભ્યોને ગાંધીનગર લઈ જવાયા હોવાની શંકા સેવાઈ રહી છે.

મહેસાણાની ઊંઝા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ચૂંટણી પહેલા જ હાર જેવો માહોલ સર્જાયો છે. કોંગ્રેસને એકપણ ઉમેદવાર મળ્યો નથી. તમામ ૩૬ બેઠકો ઉપર કોંગ્રેસને ઉમેદવાર મળ્યો નહીં એટલે હવે ઉંઝા નપામાં ભાજપ-અપક્ષ વચ્ચે સીધી ટક્કર જાેવા મળશે. મહેસાણાની ઊંઝા તાલુકા પંચાયત ચૂંટણીમાં પણ કોંગ્રેસની બૂરી વલે થઈ છે. વિરોધના વમળને ટાળવા માટે થઈને કોંગ્રેસ ઉમેદવારોનું લિસ્ટ ગુપ્ત રીતે જાહેર કરી દીધી છે. કોંગ્રેસ વિધિવત જાહેરાત ટાળી હતી. ઊંઝા તાલુકા પંચાયતની તમામ ૧૮ બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે.

વિરમગામ કોંગ્રેસના ૮ સીટીંગ કાઉન્સિલરનો બળવો પોકર્યો છે. બે પૂર્વ વિપક્ષીનેતાની ટિકિટ કપાતા કાઉન્સિલર અપક્ષ ઉમેદવારી કરશે. જ્યારે એમએલએ લાખા ભરવાડે ટિકિટ કાપી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહયો છે. નવઘણ ભરવાડ અને મહેશ ઠાકોર પણ આજે નોંધાવી શકે છે અપક્ષ ઉમેદવારી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/