કચ્છમાં પિતાએ જ લાકડીના ફટકા મારી દિકરી અને પત્નીને મોતને ઘાટ ઉતાર્યા

કચ્છમાં બે યુવકોના હજી કસ્ટોડિયલ ડેથની ઘટનના પડઘા હજી સમ્યા નથી ત્યાં માતા-પુત્રીની કરપીણ હત્યાની ઘટનાએ સનસનાટી મચાવી છે. નરાધમ પિતાએ જ લાકડીના ફટકા મારી વ્હાલસોયી દિકરી અને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે. કચ્છના ગાંધીધામમાં ડીકી ગામ ખાતે એક માતા અને તેની પુત્રીની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરીને મૃતદેહ ગટરમાં ફેંકી દેવામાં આવી હતી.
આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. માતા-પુત્રીની આ હત્યા તેના પાલક પિતા દ્વારા જ નિપજાવવામાં આવી હોવાનું કહેવાય છે. બંને મહિલાઓને પતિ-પાલક પિતાએ લાકડીના ફટકા મારી મારી નાખી હતી. જાેકે હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પોલીસ અને પાલિકા દ્વારા મૃતદેહ શોધવાની કામગીરી. પોલીસે આ મામલે કેસ નોંધીને આગામી કાર્યવાહી પણ હાથ ધરી દેવામાં આવી હતી.
હજી થોડા દિવસ પહેલા જ એક ઘરફોડ ચોરી જેવા સામાન્ય ગુનામાં બે ગઢવી યુવકોને પોલીસે કસ્ટડીમાં જ ઢોર માર માર્યો હતો. પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા આ દમનમાં બંને યુવકોના મોત નિપજાવ્યા હતાં. આ ઘટનાને લઈને કચ્છમાં સનસનાટી મચી જવા પામી હતી. હજી આ ઘટનાના પડઘા સમ્યા નથી ત્યાં માતા-પુત્રી એમ બે મહિલાઓની હત્યાએ ફરી એકવાર ચકચાર જગાવી છે.
Recent Comments