અમદાવાદમાં ઝૂંપડપટ્ટીમાં રહેતાં ૨૫૦ જેટલા લોકોએ ઘર માટે કલેકટર કચેરીએ વિરોધ કર્યો
બેભાન થયેલી મહિલાને ૧૦૮ બોલાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી
રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન આગામી ૨૧ ફેબ્રુઆરીએ યોજાનાર છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાયાની સુવિધાઓથી વંચિત રહેલા ગરીબ વર્ગના લોકો આજે તેમના ઘર તથા અન્ય માંગણીઓ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતાં. શહેરના ૧૧ વિસ્તારના ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો અહીં એકત્ર થયા હતા અને નારા લગાવ્યા હતા. તેઓ કલેકટરને આવેદનપત્ર આપે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. આ દરમિયાન એક મહિલા બેભાન થઈ જતાં ૧૦૮ બોલાવવી પડી હતી. કલેક્ટર કચેરીએ અંદાજિત ૨૦૦ થી ૨૫૦ ટોળાએ બહાર પોસ્ટર સાથે નારા લગાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો ત્યારે પોલીસે તેમને રજૂઆત કરવા માટે સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેમણે વિરોધ કરવાનું ચાલુ રાખતા તેમને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
જેમાંથી કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી અને બાકીના લોકોને અહીંયાથી પાછા તગેડી દેવામાં આવ્યા આ દરમિયાન કેટલીક મહિલાઓએ ઉગ્ર વિરોધ કરતા પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ અને પોલીસે તેમને બળજબરીપૂર્વક પોલીસની ગાડીમાં બેસાડીને અયકાયત કરવાના પ્રયાસ કર્યા હતા જેમાં એક મહિલાની હાલત લથડતા તે બેભાન થઇ ગઈ હતી અને તેના માટે ૧૦૮ બોલાવવાની ફરજ પડી હતી જાેકે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને બાકીના લોકોને અહીંથી પાછા મોકલી દેવામાં આવ્યા છે.
બેભાન થયેલી મહિલા એ અગાઉ જણાવ્યું હતું કે અમને પાયાની સવલતો મળતી નથી સાથે અમે કેટલા વર્ષોથી ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ ચૂંટણી ટાણે તમામ નેતાઓ આવે છે અને વોટ માંગે છે ત્યારબાદ અમને કોઈ સુવિધા મળતી નથી સાથે અમને ઘર મળે તે માટે આજે અમે રજૂઆત કરવાના છે ઘણા વર્ષોથી અહીંયા એકઠા થયેલા લોકોના ઘર ફૂટપાથ ઉપર પણ છે તેઓ પણ આજે આવ્યા છે અને પોતાની માગણી લઇને વિરોધ કરશે.
Recent Comments