fbpx
ગુજરાત

અમદાવાદમાં વિઝાના નામે એન્જિનીયર પાસેથી ૧૦ લાખની છેતરપીંડી

સ્ટુડન્ટ વિઝા, વિદેશમાં વર્ક પરમિટ કે પછી ઁઇ અપાવવાની કોઈ લાલચ આપે તો સાવધાન થઇ જજાે. કારણ કે વિઝાના નામે છેતરપિંડીનો વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નરોડાના એન્જિનીયર પાસેથી મુંબઈનાં એક બંટી- બબલીએ અમેરિકાના વિઝા અપાવવાના બહાને ૧૦ લાખ રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નરોડાના લક્ષ્મી વિલા ગ્રીન્સમાં રહેતા ૩૧ વર્ષીય નીલેશ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં દીક્ષિત મેનત અને માનસી યશવંતરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નીલેશ હાલમાં એક ખાનગી કંપનીમાં એન્જિનીયર તરીકે ફરજ બજાવે છે.

નીલેશનો મિત્ર યશદીપ બુંદેલા નોર્થ અમેરિકા સ્ટુડન્ટ્‌સ વિઝા પર ગયો હતો અને નીલેશને પણ અમેરિકા જવું હતું. જેથી યશદીપના પિતા રાજેશભાઈએ મુંબઈના દીક્ષિત મેનત અને માનસી યશવંતરાવ સાથે સંપર્ક કરાવ્યો હતો. જેથી નીલેશે દીક્ષિત સાથે વાત કરી હતી. દીક્ષિતે ફોન પર નીલેશને કહ્યું કે, અમે ફોક્સ ઈન્ટરનેશલ નામથી પાસપોર્ટ, સ્ટુડન્ટ વિઝા વગેરેનું કામકાજ કરીએ છીએ. સાથે જ તેઓએ નીલેશને નોર્થ અમેરિકાની સેન્ટ ટેરેસા યુનિવર્સિટીમાં એમબીએના અભ્યાસ માટે વિઝા અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

દીક્ષિતે નીલેશને કહ્યું કે, ત્યાં અભ્યાસની ફી તથા રહેવાનો ખર્ચ ૧૪.૫૦ લાખ રૂપિયા થશે. નીલેશ આ ખર્ચ કરવા માટે તૈયાર હતો. જે બાદમાં નક્કી થયા મુજબ નીલેશે તેના તમામ ડોક્યુમેન્ટ તેમજ ટુકડે-ટુકડે ૧૪.૫૦ લાખ રૂપિયા દીક્ષિતને આપી દીધી હતા. ત્યારબાદ થોડા દિવસ પછી દીક્ષિત અને માનસી નીલેશના વોટ્‌સઅપમાં ખોટી રિસીપ્ટ મોકલીને ભરોસો આપતાં હતાં કે વિઝા મળી જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/