fbpx
ગુજરાત

સુરત પોલીસે જામીન માટે લઈ જતાં રસ્તામાં રૂ.૨૦૦માં છોડી મોકતો વિડીયો વાયરલ

સુરતમાં ડિટેઈન કરાયેલાં આરોપીઓને પોલીસ મથકમાંથી જ કોર્ટમાં લઈ જવાનું કહી પોલીસ વાનમાં બેસાડ્યા બાદ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ દ્વારા ૨૦૦ રૂપિયા લઈ મુક્ત કરતો વીડિયો સામે આવ્યો હતો. અમરોલી પોલીસ મથકની બહાર જ મોબાઈલમાં શૂટ થયેલો આ વીડિયો ભોગ બનનાર વ્યક્તિએ જ ઉતાર્યો હતો. અમરોલી પોલીસ મથકની બહાર જ ઉતારવામાં આવેલાં આ વીડિયોમાં અમરોલી પોલીસ મથકની સ્ટુડન્ટ મોબાઈલ વાન દેખાઈ રહી છે. જેમાં એક હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ બેસેલાં દેખાઈ છે.

અમરોલી પોલીસે ડિટેઈન કરેલાં આરોપીઓને મામલતદાર કચેરીએ જામીન માટે લઈ જવાનું કહી પોલીસ મોબાઈલ વાનમાં બેસાડવામાં આવેલાં આઠથી દસ આક્ષેપિતોને ૨૦૦ રૂપિયાનો દંડ ભરીને ત્યાંથી ફરીને જતાં રહેવાનું કહેવામાં આવે છે. વાનમાં બંધ અલ્તાફ હુસેન, રઈશ કમલ, ઈરફાન, હલીમ સહિતના આક્ષેપિતો પાસેથી ૨૦૦ રૂપિયા લઈ રજિસ્ટરમાં સહી કરાવી મોબાઈલ વાનમાંથી ઉતારી દેવામાં આવતા દેખાઈ રહ્યા છે.

અટકાયતી પગલાં હેઠળ ડિટેઈન કરાયેલી વ્યક્તિઓને મામલતદાર કચેરીમાં રજૂ કરી તેમને મામલતદારે જામીન આપવાના હોય છે. કેટલાક કેસમાં પોલીસને પણ પૂરતા પુરાવા ચકાસ્યા બાદ જામીન આપવાની સત્તા છે. જાે કે તેમાં દંડની જાેગવાઈ નથી. આ સંજાેગોમાં પોલીસ દ્વારા દંડના નામે રસીદ લીધા વિના ઉઘરાવતા ૨૦૦ રૂપિયાને લઈને વિવાદ જાગ્યો છે. અધિકારીઓના ધ્યાને આખું પ્રકરણ આવતાં તેમણે વાતને ગંભીરતાથી લઈ તપાસના આદેશ કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/