fbpx
ગુજરાત

સુરતમાં ફૂટપાથ પર સૂતી ૭ વર્ષની માસૂમને હવસખોર ઉઠાવી ગયાની ઘટના કેમેરામાં કેદ

સુરત શહેરની મધ્યમાં જૂની લાલગેટ પાસે આદિવાસી પરિવારની માસૂમ બાળા દુષ્કર્મનો શિકાર બની હતી. મધરાત્રે માતા પાસે સૂતેલી સાત વર્ષીય બાળતીને ઉપાડી જઈને નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં રીઢા ગુનેગારને પકડી પાડ્યો હતો અને બાળાનું તબીબી પરિક્ષણ કરાવ્યું હતું. જૂની લાલગેટ ત્રણ રસ્તા પાસે ફૂટપાથ પર રહેતાં મૂળ અંકલેશ્વરના વતની મહિલા ભિક્ષા માગી જીવન ગુજારે છે. તેમણે એક સાત વર્ષની દીકરી છે. ગત ૧૫મીએ મધરાત્રે ૩ વાગ્યે બાળકી માતા સાથે ફૂટપાથ પર સૂતેલી હતી ત્યારે જમ્મુ પઠાણ નામનો યુવક બાળકીનું મોઢું દબાવી ઉપાડી ગયો હતો.

અહીં નજીકમાં આવેલાં મેરેજ શોરૂમના ફૂટપાથ પાસે બાળકીને લઈ જઈ બદકામ આચર્યું હતું. જાે કે બાળકી યેનકેન પ્રકારે નરાધમની ચુંગાલમાંથી છટકી જતાં માતા પાસે આવી ગઈ હતી. આ દરમિયાન જમ્મુ પઠાણ ભાગી ગયો હતો. બાળકીએ સમગ્ર હકીકત જણાવતાં માતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે માતાએ સ્થાનિક લોકો સાથે જમ્મુ પઠાણની શોધખોળ કરી હતી.

તેનો કોઈ પત્તો ન લાગતાં પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં જમ્મુ પઠાણને પકડી પાડ્યો હતો. જમ્મુ પઠાણ રીઢો ગુનેગાર છે. તેની સામે મારપીટ ધાકધમકી સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અને પોલીસે તેને અગાઉ તડીપાર પણ કર્યો હતો. પોલીસે બાળકીનું તબીબી પરિક્ષણ પણ કરાવ્યું છે. અને વધુ તપાસ એસસીએસટી સેલના એસીપી આર કે ઝાલા ચલાવી રહ્યા છે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/