fbpx
ગુજરાત

દિનેશ પ્રજાપતિ અને રામ મોકરીયાએ રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યાં કોંગ્રેસે ઉમેદવારો નહીં ઉભા રાખતાં ભાજપના બંને ઉમેદવારો બિનહરિફ થયા

ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના બન્ને ઉમેદવારોએ આજે ગુજરાત વિધાનસભા ખાતે પોતાના ફોર્મ ભર્યા છે. દિનેશભાઈ અનાવાડિયા (પ્રજાપતી) અને રામભાઈ મોકરિયાએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ સમયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ, ગૃહ રાજય મંત્રી પ્રદીપસિહ જાડેજા સહિત મંત્રીમંડળના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને ભાજપ નેતા અભય ભારદ્વાજના અવસાન બાદ આ બન્ને બેઠકો ખાલી પડી હતી. જાે કે કોંગ્રેસે રાજ્યસભા માટે પોતાના એક પણ ઉમેદવારને નહીં ઉતારવાનો ર્નિણય કર્યો છે.

રાજ્યસભાની બન્ને બેઠકો માટે અલગ-અલગ મતદાન થવાનું હોવાથી ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવે છે. જેના કારણે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી. આ બન્ને બેઠકો પર ૧ માર્ચે અલગ-અલગ મતદાન થવાનું છે. જાે કે ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધારે હોવાથી બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત નક્કી માનવામાં આવે છે.

ભાજપના બન્ને ઉમેદવારોમાં સૌથી વધુ ચર્ચા રામભાઈ મોકરિયાની થઈ રહી છે. જે પોરબંદરના રહેવાસી છે. જેમની રાજનીતિમાં કોઈ સક્રિય ભૂમિકા જ નથી. રામભાઈ મોકરિયા મારુતિ કુરિયર કંપનીના માલિક છે. જ્યારે દિનેશ પ્રજાપતિ ઉત્તર ગુજરાતથી છે. જે ભાજપના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે.

ભાજપની ટિકિટ મેળવનારા રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, અમે લોકોના વિકાસ માટે કામ કરીશુ અને પાર્ટી નેતાઓના માર્ગદર્શનમાં આગળ વધીશું. અત્યારે ગુજરાતમાંથી રાજ્યસભામાં ભાજપનું પ્રતિનિધિત્વ કરતાં સભ્યોની સંખ્યા ૬ છે. હવે આ બે ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં ભાજપની સંખ્યા વધીને ૮ થશે, જ્યારે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાતના સાંસદોની સંખ્યા ૩ રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/