fbpx
ગુજરાત

પુત્રને જન્મ નહિ આપતા પરિણીતાને બે દીકરીઓ સાથે ઘર બહાર કાઢી મૂકી સુરતમાં પરિણીતાએ બિલ્ડર સસરાના ઘર સામે બાળકીઓ સાથે કર્યા ધરણા

આજની નારી પોતાનો હક જતો કરતી નથી. પોતાના હક માટે તે ગમે ત્યાં લડી શકે છે. ત્યારે સુરતમાં બે દીકરીઓ સાથે ઘરમાંથી હાંકી કઢાયેલી મહિલાએ પોતાના સાસરીવાળાઓની સામે મોરચો માંડ્યો છે. મહિલા પોતાના પરિવારજનોની સાથે સાસરીના ઘરની બહાર ધરણા પર બેસી છે. બે દીકરીઓ સાથે બેઘર બનેલી મહિલા આખરે પોતાના હક માટે મેદાનમાં આવી છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ શ્વેતરાજ હંસ સોસાયટીમાં હાલ એક મહિલા ધરણા પ્રદર્શન પર ઉતરી છે. સોનલબેન સવાણી નામની મહિલાને તેના જ સાસરિયાવાળાઓએ ૨૦ મહિનાથી ઘરની બહાર કર્યાં છે. પોતાની બે દીકરીઓ સાથે મહિલા ધરણા પર ઉતરી છે. પોતાનો માનવ અધિકાર મેળવવા મહિલાએ પતિના ઘરની બહાર જ મોરચો માંડ્યો છે. ત્યારે કપોદ્રા પોલીસને જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

પતિના ઘરની બહાર ધરણા કરી રહેલા સોનલબેને જણાવ્યું કે, તેમના લગ્ન ૧૩ વર્ષ પહેલા થયા હતા. તેમનો પતિ કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં છે. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. પરંતુ તેમને સંતાનમાં દીકરો નથી. તેથી તેમના સાસરીવાળા હંમેશા તેમનાથી નાખુશ રહેતા હતા. તેથી તેમના પતિએ તેમને દીકરીઓ સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી. મારી એક દીકરી મારા પતિની પાસે જ છે. તેના બાદ હુ મારા પિતાને ત્યાં પિયરમાં રહી હતી. પરંતુ હું મારો હક મેળવવા માંગું છું. મેં કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. હું છેલ્લાં ૨૦ મહિનાથી અલગ અલગ જગ્યાએ રહીને મારી દીકરીઓનું ભરણપોષણ કરી રહી છું. આખરે કંટાળીને મેં આ પગલું ભર્યું છે. આખરે મેં ધરણા પર બેસવાનો ર્નિણય કર્યો.

મહિલા દ્વારા તેના પતિના ઘરની બહાર ધરણા પ્રદર્શન કરાયા છે. પોતાનો હક દર્શાવતા બેનર સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. સોનલબેનનો આક્ષેપ કે, તેની પહેલા પણ પાંચ યુવતીઓ સાથે તેના સાસરીવાળા દ્વારા આ રીતે કરવામાં આવ્યું હતું. સોનલબેને કહ્યું કે, મેં પોલીસમાં અરજી કરી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/