fbpx
ગુજરાત

નાની અને સાંકડી ગલીઓમાં ઝડપથી પહોંચશે સુરતમાં આગના કોલને પહોંચી વળવા ૧૦ ફાયર બાઇક તૈયાર કરાયા

સુરતમાં વધતા જતા આગના કોલને પહોંચી વળવા ફાયર વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. નાની અને સાંકડી ગલીઓમાં થતી આગની ઘટનાઓને તાત્કાલિક પહોંચી વળવા હવે ફાયરના જવાનો ફાયર બાઇક લઈ ઓછા સમયમાં ઘટના સ્થળે દોડી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરશે. જેને લઈ ફાયર વિભાગ દ્વારા ૧૦ જેટલી ફાયર બાઈક તૈયાર કરવામાં આવી છે. મનપા કમિશનર અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજ રોજ ફાયર બાઇકનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. ફાયર અધિકારીઓનું કહેવું છે કે, ફાયર બાઇક ઝડપથી પહોંચવામાં અને આગને કાબૂમાં લેવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આ બાઇક વિવિધ ખાસિયતો ધરાવતી બાઇક છે. જેમકે વોટર મીટ (હવા પાણી અને પમ્પ સોલ્યુશન મિક્સ કરી ફીણવાળું પાણી બહાર ફેંકી શકે) ધરાવતી ફાયર બાઇક કહીં શકાય છે. શોર્ટ સર્કિટ અને કારમાં લાગતી આગને ઝડપથી કાબૂમાં લઈ શકે છે. મોટી દુર્ઘટના ટાળી શકે છે. સાંકડી ગલીઓમાં ઝડપથી પહોંચી શકે છે. આ ફાયર બુલેટ બાઇક પર બે જવાન સવારી કરી છે.

વધુમાં જણાવ્યું હતું કે, એક જવાન ખભે વોટર ટેન્ક લટકાવી આગને સરળતાથી કાબૂમાં લઈ શકે છે. કોલ મળતાની સાથે જ હવે પહેલા ફાયર બુલેટ બાઇક દોડાવશે અને ત્યારબાદ તેની પાછળ ફાયરના ટેન્કર જેનો ફાયદો એ થશે કે રાહદારીઓમાં જાગૃતતા આવશે અને રોડ ખુલ્લા કરી આપવામાં મદદરૂપ થશે. ૩૫૦ ઝ્રઝ્રની આ ફાયર બુલેટ બાઇક લાકડું, પુઠું, પેપર, પેટ્રોલ, ઓઇલ અને કેરોસીનથી લાગતી આગ સામે ખૂબ જ ઝડપથી મદદરૂપ થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/