fbpx
ગુજરાત

અમદાવાદમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપનો મેગા રોડ શોઃ સાફા સાથે કાર્યકર્તા જાેડાયા

અમદાવાદમાં ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસે અમદાવાદના પૂર્વ વિસ્તારમા ભાજપની રેલી યોજાઈ હતી. શહેરના ભરચક કોટ વિસ્તારમાં સતત ૬ કલાક ૨૩ કિલોમીટરની રેલી યોજાઈ હતી. શહેરના જી વોર્ડ નરોડાથી લઈને કામનાથ મહાદેવ ખાડિયા સુધી આ રેલી ચાલી હતી. રોડ પર પીક અવર્સ દરમિયાન ભાજપની રેલી યોજાવાના લીધે અમદાવાદીઓ અટવાઈ ગયા હતા. બીજી તરફ, મુસાફરોને લઈ જતી એસટી બસોને ડિવાઈડર કુદાવવાનો વારો આવ્યો હતો. ખાસ વાત એ છે કે અસારવામાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ પાટીલની રેલીમાં ફસાઈ ગઈ હતી. ૨૩ કિલોમીટરની આ રેલીમાં પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકને મોટી અસર થઈ હતી.

પાટીલની આ રેલી શહેરના ૧૭ વોર્ડ અને ૭ વિધાનસભા મતવિસ્તારમાં ફરી હતી. આખરે ખાડિયાના કામનાથ મહાદેવ પહોંચીને પૂરી થઈ હતી. પાટીલની રેલી અસારવા થઈને પસાર થતી હતી ત્યારે ત્યાં આગળ ભાજપની મહિલા કાર્યકરો માથે સાફો પહેરીને પાટીલના સ્વાગત માટે તૈયાર થઈ ગઈ હતી. જ્યારે રેલી અસારવા પહોંચી ત્યારે ટ્રાફિક અવરોધાયો હતો અને દર્દીને લઈને જતી એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી, જેને બહાર કાઢવા માટે પોલીસે જહેમત કરીને રસ્તો કરી આપ્યો હતો. અમદાવાદમાં સી.આર. પાટીલની મહારેલીને કોટ વિસ્તારમાંથી એટલે કે કાલુપુર પાંચકૂવા દરવાજા, ભાટીવાડ, ખાડિયા, રાયપુર દરવાજા જેવા ભરચક ટ્રાફિક વિસ્તારમાંથી માત્ર ૧૫ મિનિટમાંથી પસાર કરવામાં આવી હતી.

સરેઆમ જાહેરમાં ટોળે વળીને ભાજપના કાર્યકરોએ પ્રચાર કર્યો હતો. ભાજપની સરકાર સામાન્ય રીતે લોકોને કોરોનાના નિયમો પાળવાની સલાહો આપે છે, પરંતુ પોતાના પક્ષના લોકો જ નિયમોનો ભંગ કરે ત્યારે સરકાર તેમની વિરૂદ્ધ પગલાં કેમ નથી લેતી તેવા અનેક સવાલો લોકોમાં થઈ રહ્યાં છે. સામાન્ય માણસને એક માસ્કને લઈને હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડે છે. ત્યારે આ રેલીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવું કશું જાેવા જ નહોતું મળ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/