fbpx
ગુજરાત

ડાેળિયા ગામના કવિ ગીગાબાપુ બારાેટ સહિત 5 વ્યક્તિને અપાશે કાગ એવાેર્ડ

પદ્મશ્રી કાગબાપુની 44મી પુણ્યતિથીઅે કાગધામ મજાદર ખાતે કાગના ફળીયે કાગની વાતુ કાર્યક્રમ યાેજાશે. જેમા ડાેળીયાના કવિ ગીગાબાપુ બારાેટ સહિત પાંચ વ્યકિતને કાગ અેવાેર્ડ અપાશે. અહી નામી અનામી કલાકારાે કાગવાણી પ્રસ્તુત કરશે.

કાગધામ મજાદર ખાતે દર વર્ષે માેરારીબાપુના સાનિધ્યમા કાગબાપુની પુણ્યતિથી ઉજવવામા અાવે છે. ત્યારે આ વખતે પણ 44મી પુણ્યતિથી નિમીતે કાગના ફળીયે કાગની વાતુ અંતર્ગત કાર્યક્રમનુ આયાેજન કરાયુ છે. અહી સમસ્ત બારાેટ સમાજ અને લાેક સાહિત્યકાેરાેના પ્રાણ અેવા દિવંગત ગીગાબાપુ બારાેટના વંશ પરિવારને કાગ એવાેર્ડ અપાશે. અા કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે કાગ અેવાેર્ડ અાપવામા અાવે છે.અહી તા. 17/3/21ના રાેજ કાગના ફળીયે કાગની વાતુ કાર્યક્રમ માેરારીબાપુના સાનિધ્યમા બપાેરે 3 થી સાંજના 6 સુધી યાેજાશે. જેમા ભીખુદાનભાઇ ગઢવી, શાહબુદીનભાઇ રાઠાેડ પાેતાના વકતવ્યાે પ્રસ્તુત કરશે.

આ ઉપરાંત કાર્યક્રમનુ સંકલન બળવંતભાઇ જાની કરશે. રાત્રીના 8:30 કલાકે પ્રથમ કાગ પરિવાર દ્વારા મહેમાનાેનુ સ્વાગત કરાશે. બાદમા 9 કલાકે માેરારીબાપુના હસ્તે કાગ અેવાેર્ડ અર્પણ કરાશે. અહી રાત્રીના 10 કલાકે કાગબાપુની વાણીની પ્રસ્તુતિ થશે. રાવ, ભાટ, બારાેટ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રામપ્રતાપજી, અમરૂભાઇ બારાેટ, ભીખુભાઇ બારાેટ, કનુભાઇ રામભાઇ, હરદેવ બારાેટ, પ્રવિણભાઇ બારાેટ, દાદાભાઇ બારાેટ, રામભાઇ બારાેટ વિગેરેએ આભાર વ્યકત કરવામાં આવ્યો હતાે.

કાેને અપાશે એવાેર્ડ

આ વખતે ગીગાબાપુ બારાેટ તેમજ મુંબઇના સ્વ.મનુભાઇ ગઢવી, સંશાેધનના સંદર્ભમા બળવંતભાઇ જાની, લાેક સાહિત્યને પ્રસ્તુત કરતા યાેગેશભાઇ બાેક્ષા, કાશીબેન ગાેહિલ તેમજ રાજસ્થાનમા સાહિત્યમા પ્રદાન કરી રહેલા નાહરસિંહ જસાેલને કાગ અેવાેર્ડ અર્પણ કરાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/