fbpx
ગુજરાત

ધોળા દિવસે વેપારીને છરીના ઘા મારીને જ્વેલર્સમાં લૂંટ

વડોદરા શહેરના તાંદલજા રોડ પર રાજવી ટાવર સ્થિતમાં કૃપા જ્વેલર્સના શો-રૂમના માલિક ઉપર લૂંટારૂએ ચાકૂથી જીવલેણ હુમલો કરીને શો-રૂમમાંથી સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. જાેકે લૂંટારૂ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. તાંદલજા રોડ વિસ્તારમાં ધોળે દિવસે બનેલા લૂંટના બનાવે સનસનાટી મચાવી મૂકી હતી. પોલીસે લૂંટના બનાવનો ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસનો દોર શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારૂ કોઇ જાણભેદુ હોવાનું બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા શહેરના જે.પી. રોડ પોલીસ વિસ્તારમાં તાંદલજા રોડ ઉપર રાજવી ટાવર આવેલું છે. આ ટાવરના પ્રથમ માળેમાં કૃપા જ્વેલર્સ નામનો શો-રૂમ આવેલો છે. શો-રૂમના માલિક રાજેશભાઇ રમણભાઇ સોની છે. મૂળ પાદરાના વતની અને હાલ જૂના પાદરા રોડ પર પરિવાર સાથે રહેતા ૫૫ વર્ષિય રાજેશભાઇ સોની બપોરના ૧૨ઃ૩૦થી ૧ વાગ્યાની આસપાસ પોતાના શો-રૂમમાં હતા. તે સમયે એક વ્યક્તિ શોરૂમમાં ધસી આવ્યો હતો અને રાજેશભાઇ સોની કંઇ વિચારે તે પૂર્વે ફિલ્મી ઢબે તેઓ ઉપર ચાકૂથી જીવલેણ હુમલો કર્યો હતો અને શો-રૂમના ડિસ્પ્લે તેમજ બે ડ્રોઅરમાં મૂકેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ગણતરીની મિનિટોમાં ફરાર થઇ ગયો હતો.

બીજી બાજુ શો-રૂમમાંથી ચિસો અને અવાજ ઉઠતા રાજવી ટાવરમાં આવેલી અન્ય દુકાનો અને શો-રૂમના માલિકો-કર્મચારીઓ થતાં દોડી આવ્યા હતા. આ સાથે આ બનાવની જાણ જે.પી. રોડ પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તે સાથે અડિશનલ સી.પી., ડી.સી.પી. ક્રાઇમ, એ.સી.પી., ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી. બ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સ્થળ ઉપર પહોંચેલી પોલીસે પ્રથમ લોહીલુહાણ હાલતમાં શો-રૂમમાં બેસી રહેલા અને ગળાના ભાગે ચાકૂનો ઘા વાગતા ગંભીર ઇજા પામેલા રાજેશભાઇ સોનીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. આ બનાવને પગલે શો-રૂમ પાસે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/