ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘વનિતાવિશેષ’નો ભવ્ય કાર્યક્રમસાથે રક્ષા શુક્લનાપુસ્તકનું વિમોચન

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિશ્વ મહિલાદિનની પૂર્વસંધ્યાએ તા.7-3-2021 રવિવાર, સાંજે 5.00 કલાકે ઠાકોરભાઈ દેસાઈ હૉલ ખાતે ભવ્ય ‘વનિતાવિશેષ’ કાર્યક્રમનું આયોજન થયું છે. ભાવનગરના સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુકલના ‘વનિતાવિશેષ’ નિબંધસંગ્રહનું વિમોચન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા કરશે. જેમાં ગુજરાતના જાણીતા વક્તાઓ તેમનું વક્તવ્ય આપી નારીસંવેદનાનો ઉલ્લાસ કરશે. સાહિત્યરસિકોને ભાવભર્યું નિમંત્રણ છે. કાર્યક્રમમાં સર્વશ્રી કાજલ ઓઝા-વૈદ્ય, RJ દેવકી, ડૉ.રંજના હરીશ, ડૉ. અમી ઉપાધ્યાય, રાધા મહેતા, રક્ષા શુક્લ ઇત્યાદિ વક્તવ્ય આપશે. અતિથિવિશેષ તરીકે શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી અંજુ શર્મા ઉપસ્થિત રહેશે. ભૂમિકા મહામાત્ર ડૉ. હિંમત ભાલોડિયા અને સંચાલન માર્ગી હાથી કરશે. આ કાર્યક્રમ જાહેરજનતાના લાભાર્થે નિ:શુલ્ક રહેશે અને પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે અપાશે
Recent Comments