fbpx
ગુજરાત

કુલ ૫૪૮૧ બેઠકો માટે ચૂંટણી જંગઃ ૨૨,૧૭૦ ઉમેદવારોનો ભાવિ ઇવીએમમાં કેદ થશે જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી માટે આજે મતદાન

૩૧ જિલ્લા પંચાયતો,૨૩૧ તાલુકા પંચાયતો, ૮૧ નગરપાલિકા પર આજે મતદાન થશે, બે માર્ચે મતગણરી હાથ ધરાશે
છ મહાનગરપાલિકામાં કોંગ્રેસના સફાય બાદ તાલુકા-જિલ્લા અને નગરપાલિકામાં પંજામાં માટે કપરા ચઢાણ

તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાશે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આવતીકાલે યોજાશે. ૨૮મી ફેબ્રુઆરી રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન થશે અને ૨ માર્ચે મત ગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં પહેલા તબક્કામાં ૬ મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ. જેમાં ભાજપે બાજી મારી છે અને હવે તાલુકા-જિલ્લા-પાલિકાની ચૂંટણી પ્રચારમાં તમામ પાર્ટીઓએ એડીચોટીનું જાેર લગાવ્યું છે.

રાજ્યમાં ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી આવતી કાલે મતદાન થશે. રાજ્યની ૮૨૦૦થી વધુ બેઠકો પર ૨૨,૨૦૦ કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ આવતી કાલે મતપેટીમાં બંધ થશે. આ ચૂંટણીનું પરિણામ બીજી માર્ચએ જાહેર થશે.
આવતી કાલે ૩૧ જિલ્લાની ૯૮૦ બેઠક, ૨૩૧ તાલુકાની ૪૭૭૪ બેઠકો, ૮૧ પાલિકાની ૨૭૨૦ બેઠકોની સામાન્ય તથા ત્રણ તાલુકા ૧૩ પાલિકાની ૧૭ બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે, જે અત્યાર સુધીમાં ૨૫ જિલ્લા ૧૧૭ તાલુકા ૯૫ બેઠકો બિનહરીફ થઈ છે.

આમ આદમી પાર્ટી અને એઆઇએમઆઇએમ પાર્ટીએ ઉમેદવારો ઊભા રાખ્યા છે. આપ દ્વારા તાલુકા નગરપાલિકામાં લગભગ ૨૦૦૦ ઉમેદવારોને ઊભા રાખ્યા છે, જ્યારે આદિવાસી પટ્ટીમાં બીટીપી અને એઆઇએમઆઇએમના ગઠબંધનથી ઉમેદવારો જિલ્લા-તાલુકા પંચાયતમાં ઊભા રહ્યા છે .મહાનગરો કરતાં ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં આ વખતની ચૂંટણી ભારે રસપ્રદ બની રહેશે,એ વાત નક્કી છે.

૮૧ નગરપાલિકાની ૨૫૨૪ બેઠકો માટે ભાજપના ૨૫૫૫ અને કોંગ્રેસે ૨૨૪૭ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે આપે ૭૧૯ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને અન્ય ૧૭૨૪ જેટલા મળીને કુલ ૭૨૪૫ ઉમેદવારો મેદાનમાં છે ૨૫૨૪ બેઠકમાંથી ૯૫ બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.

મહાનગરપાલિકાની ચૂંટણીમા ફટકો પડતા કોંગ્રેસ પણ દોડતી થઈ છે. તો બીજી તરફ, જિલ્લા-તાલુકા અને પાલિકામાં ૨૮ તારીખે મતદાન માટે ગુજરાત પોલીસ પણ સજ્જ છે. ચૂંટણી બંદોબસ્ત માટે ૨૬ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને એસઆરપીની ૬૫ કંપની તૈનાત કરાયા છે. ૯૭ આંતર રાજ્ય અને ૪૩૭ આંતરિક ચેકપોસ્ટ બનાવાઈ છે, જેથી નજર રાખી શકાય.

૬ મહાનગરપાલિકા પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના બીજા તબક્કામાં પાલિકા અને પંચાયતો માટે આવતીકાલે ૨૮ ફેબ્રુઆરીએ રવિવારે ૫૪૮૧ બેઠકો માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત કુલ ૨૨,૧૭૦ ઉમેદવારો મેદાનમાં છે. શુક્રવારે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં ભાજપના મોટા નેતાઓએ મતદારોને રીઝવવા માટે અંતિમ તબક્કાનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ભાજપના દિગ્ગજ નેતાઓએ રેલી તથા રોડ શો કરીને મતદારોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.

૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીના મતદાન માટે પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. મતદાન અને મતગણતરી શાંતિપૂર્ણ થાય તે માટે પોલીસ ખડેપગે ગોઠવાઈ ગઈ છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકારોને માહિતી આપતાં કહ્યું કે, ઈવીએમ સ્ટ્રાૅંગ રૂમ પર એસઆરપી તૈનાત રહેશે. સંવેદન અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ સજ્જ રહેશે. આવતીકાલે ૨૬ હજાર કોન્સ્ટેબલ અને ૨૮૦૦ અધિકારી ફરજ બજાવશે. ૧૩ ડ્ઢઅજીઁ અને ૬૫ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સેન્ટ્રલ પેરામિલેટ્રી ફોર્સની ૧૨ કંપનીઓ ખડેપગે રહેશે. સંવેદનશીલ વિસ્તારની ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી છે અને નાસતા ફરતા ૧૯૮૦ આરોપીને પકડીને લોકઅપ ભેગા કરાયા છે. સૌથી વધુ આરોપીઓ બનાસકાંઠામાંથી પકડાયા છે. ૯૭ આંતર રાજ્ય અને ૪૩૭ આંતરિક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. કોવિડની ગાઈડલાઈનનું પણ પોલીસ કડક પાલન કરાવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/