fbpx
ગુજરાત

વડોદરા મનપાના હોદ્દેદાર થયા જાહેરઃ મેયર બન્યાં કેયૂર રોકડિયા અને ડે.મેયર નંદાબેન જાેશી

વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર તરીકે કેયુર રોકડિયા, ડેપ્યૂટી મેયર તરીકે નંદાબેન જાેશી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉ. હિતેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોના આજે ભાજપ કાર્યાલય ખાતે નામો જાહેર કરવામાં આવ્યાં હતાં. સદનમાં પક્ષના નેતા અલ્પેશ લીંબચીયા અને દંડક તરીકે ચિરાગ બારોટની વરણી કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી હાંસલ કરી હતી. ૭૬ સિટીમાંથી ભાજપે ૬૯ ભાજપે આંચકી હતી. ત્યારે આજે મેયર ડેપ્યૂટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષના સભ્યોને સયાજીગંજ ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે નામોને જાહેરાત કરવામાં આવી હતી. તેમાં મેયર તરીકે યુવા કેયૂર રોકડિયા, ડેપ્યૂટી મેયર તરીકે નંદાબેન જાેશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ લીંબચીયા, દંડક તરીકે ચિરાગ બારોટની પસંદગી કરવામાં આવી હતી. મેયરપદે કેયૂર રોકડિયાની વરણી કરવામાં આવી છે.

તે અગાઉ પણ યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યાં છે. શિક્ષણ સમિતિના ચેરમેન, એફઆરસી સભ્ય પણ રહી ચૂક્યાં છે અને એક યુવા તરીકે મેયર કેયૂર રોકડિયાની વરણી કરવામાં આવી હતી. ડોક્ટર હિતેન્દ્ર પટેલ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે અગાઉ પણ ૨૦૧૦થી ૨૦૧૫માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેઓ અગાઉ રહી ચૂક્યાં છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના પણ નામો જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં પરાક્રમસિંહ જાડેજા, મનોજ પટેલ, કલ્પેશ પટેલ, નીલેશ રાઠોડ, અજીત અજીત, પૂનમબેન શાહ, ડોક્ટર મિસ્ત્રી, સ્નેહલબેન પટેલ, ધર્મેશભાઈ પટની, રશ્મિબેન વાઘેલા અને શ્રીરંગ રાજેશ આયરેની સ્થાયી સમિતિના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકામાં અનેક પ્રશ્નો છે. વડોદરા એક બાજુ સ્માર્ટ સિટી બનવા તરફ જઇ રહ્યું છે ત્યારે વડોદરાના નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. જેમાં સૌથી વિકટ પ્રશ્ન હોય તો પાણીનો છે.

નાગરિકોને બે ટાઇમ પાણી નથી મળતું અને જે પાણી મળે છે એ પાણી ગંદુ મળે છે. સફાઈ, ગંદકી, જ્યારે વરસાદ પડે ત્યારે શહેરમાં પાણી ભરાઈ જવાથી પૂરનો પણ પ્રોબ્લેમ છે. આવા પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ નવા હોદ્દેદારો કેવી રીતે લાવે છે તે જાેવાનું રહ્યું. ગત ટર્મ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે પ્રશ્નોના ઉકેલ નહીં લાવ્યાં તેનાથી નાગરિકો હેરાન થયાં છે. આ વખતે પણ નાગરિકોને હેરાન થવું પડશે કે કેમ તે આગામી સમય જ બતાવશે. શહેરમાં સૌથી વિકટ પ્રશ્ન હોય તો એ પાણીનો પ્રશ્ન છે. કેટલાક વર્ષોથી વડોદરા શહેરના નાગરિકોને બે ટાઇમ પાણી અને ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/