તનસુખ વાણીયા ૧૨ કરોડના હીરાની ચીટિંગમાં કચ્છ-ભૂજથી ઝડપાયો
વરાછા હીરાબજારમાં હેતલ જેમ્સ એન્ડ જવેલર્સના હીરાના વેપારી તનસુખ વાણીયાની ૧૨ કરોડના હીરાની ચીટિંગમાં કચ્છ ભૂજ ખાતે સાસરીમાંથી પકડી પાડી ઈકો સેલે ધરપકડ કરી હતી. હીરાનો વેપારી તનસુખ માધાભાઈ વાણીયા(રહે. પ્રમુખ આરણ્ય, મિડાસ સ્ક્વેર પાસે,ગોડાદરા) વરાછા પોલીસમાં ૧૦ કરોડની ચીટિંગના બે ગુના તેમજ કાપોદ્રા પોલીસમાં ૨ કરોડની ઠગાઈનો એક ગુનો નોંધાયેલો હતો. અગાઉ તેના ભાગીદાર પિતા દિનેશ કુરજી ચોડવડીયા-પુત્ર કિશન ચોડવડીયાની ઈકો સેલે ધરપકડ કરી હતી.
આરોપી તનસુખ માદાભાઈ વાણીયા અને દિનેશ કુરજી ચોડવડિયાએ હેતલ જેમ્સના નામે મીની બજાર વરાછા ખાતે હીરાનો વેપાર કરે છે. દિનેશની સાથે તેમનો દીકરો કિશન ઓફિસમાં બેસતો હતો. તનસુખે પહેલા વરાછામાંથી અલગ અલગ પાર્ટીઓ પાસેથી ૧૦ કરોડના હીરા ક્રેડિટ પર લીધા હતા. પછી કાપોદ્રામાંથી ૨ કરોડના હીરા આવી જ રીતે ક્રેડિટ પર લીધા હતા. કુલ ૧૨ કરોડના હીરા બારોબાર ઓહયા કરી ઓફિસ બંધ કરી તનસુખ અને તેનો ભાગીદાર સહિત તમામ ફરાર થયા હતા. વધુમાં ૨.૭૦ કરોડના હીરા જયરાજ પાસેથી ઉધારમાં ખરીદ્યા હતા. તે પૈકી માત્ર ૫૮ લાખ ચૂકવ્યા હતા. ૨.૧૨ કરોડ બાકી રાખ્યા હતા.
ત્યાર બાદ વધુ હીરાની માંગ કરતા જયરાજે મુંબઈ બીકેસીની ઓફિસેથી ૩.૨૮ કરોડના હીરા દુબઈ ખાતે પરીશી ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલર્સ કંપનીમાં એક્સપોર્ટ કર્યા હતા. કુલ ૫.૪૦ કરોડ લેવાના હતા. આરોપી દિનેશ અને કિશને રૂપિયા ચૂકવવા વિશ્વાસ આપ્યો હતો. પરંતુ તેઓએ રૂપિયા ચૂકવ્યા ન હતા. તેમની ઓફિસ પણ બંધ હતી. તનસુખ વાણીયા રૂપિયા ચૂકવી આપ્યા છે એવી ખોટી ચિટ્ઠી લખી ક્યાંક ચાલી ગયો છે. જયરાજે ત્રણેય વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
Recent Comments