fbpx
ગુજરાત

ડીસામાં મહિલાએ એક સાથે ત્રણ સંતાનોને જન્મ આપતા પરિવારમાં ખુશી

ડીસામાં મેડિકલ સાયન્સના જાણકારોને પણ માથુ ખંજવાળતા કરી નાખે તેવો બનાવ બન્યો છે. ડીસામાં એક મહિલાએ એક સાથે ત્રણ સંતાનોને જન્મ આપ્યો છે અને આ ત્રણેય સંતાનો સહિત માતા પણ તંદુરસ્ત છે. આ મહિલાના લગ્ન ૧૧ વર્ષ પહેલા ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયા હતા અને ૧૧ વર્ષથી આ મહિલાને સંતાન સુખ પ્રાપ્ત થતું ન હતું, મહિલાને ગર્ભ રહ્યા બાદ પ્રસૂતિની પીડા ઉપડતાં સારવાર માટે ડીસામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, તે સમયે ડોક્ટર રાહુલ ચૌહાણે આ મહિલાની સમયસર પ્રસૂતિ કરાવવાનો ર્નિણય લેતાં આ મહિલાએ એક સાથે ત્રણ સંતાનોને જન્મ આપ્યો હતો.

ડીસામાં આજે શુક્રવારના રોજ એક ખાનગી હોસ્પિટલમાં મહિલાને પ્રસુતિ દરમ્યાન ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. આ ઘટના બાદ મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો જણાવી રહ્યા છે કે, જ્યારે ટ્‌વીન્સ બાળકો હોય છે ત્યારે પણ મહિલા સહિત ગર્ભમાં રહેલા સંતાન માટે જાેખમ હોય છે. પરંતુ આ કિસ્સામાં મહિલાએ ત્રણ સંતાનોને એકસાથે જન્મ આપ્યો છે અને આ ત્રણેય બાળકો એકદમ તંદુરસ્ત છે, જે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે. આજના આધુનિક યુગમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે ખરેખર લોકોને આશ્ચર્ય પમાડે તેવા હોય છે.

૧૧ વર્ષ સુધી સંતાનસુખની રાહ જાેનારા આ પરિવારમાં એક સાથે ત્રણ સંતાનો અવતર્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે, પરિવારમાં ખુશી છવાઈ જાય, ત્યારે આ ખુશીના પ્રસંગે પરિવારના તમામ સભ્યો પણ ભાવુક થઇ ગયા હતા. આ પ્રસંગે આ બાળકોના પિતાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, અમારા લગ્નને ૧૧ વર્ષ જેટલો સમય થયો હતો અને આ ૧૧ વર્ષ દરમિયાન અમારા પરિવારમાં એક પણ સંતાન થયું ન હતું. પરંતુ કુદરતે આજે અમારા પરિવારમાં એક બે નહીં પરંતુ ૨ બાળકી અને એક પુત્રને જન્મ આપતા પરિવારમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.

Follow Me:

Related Posts