fbpx
ગુજરાત

સુરતમાં ટોસિલિઝુમેબના કાળાબજારમાં ટ્રાઇસ્ટાર હોસ્પિટલની ડો. હેતલ અને વ્રજેશ મહેતાની ધરપકડ

સુરતમાં ટોસિલિઝુમેબના કાળાબજારના પર્દાફાશના કેસમાં ટ્રાઇસ્ટાર હોસ્પિટલની ડૉ.હેતલ કથિરીયાના અને રતનદીપ હોસ્પિટલ માંબિલીંગ કાઉન્ટર પર કામ કરતો વ્રજેશ મહેતાની પણ ધરપકડ કરવામાં આવી છે. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આરોપી એકબીજાની સિન્ડિકેટમા ૪૦ હજારનું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન રૂપિયા ૨.૭૦ લાખમાં વેચતા હતા. આ પહેલાં હેતલના પિતા રસિક કથિરીયાની ધરપકડ થઈ ચૂકી છે અને ત્રણ દિવસના રિમાન્ડ પર છે.
ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. હેતલ કથિરીયા દ્વારા કરવામાં આવેલા આ કૌભાંડને લઈને હાલમાં પણ ભારે ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. લોકોના જીવ બચાવી શકે તેવા ઇન્જેક્શનોને માત્ર વધુ રૂપિયા ખંખેરી લેવાની લાલચે છે આ કૃત્ય કરાતા તબીબી આરામ પણ તેને વખોડી રહી છે. હેતલના પિતા રસિકની અઠવાડિયાની પૂછપરછ કરતા તેમણે આ સમગ્ર પ્રકરણમાં વ્રજેશ મહેતાની પણ સંડોવણી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ઉમરા પોલીસ વ્રજેશ મહેતાની ધરપકડ કરી છે.

પિતા રસિક કથિરીયાને પોલીસે સોમવારે કોર્ટમાં રજૂ કરતા ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજા ઇન્જેક્શન ક્યાં સંતાડયા છે તેની તપાસ કરવાની છે ઉપરાંત કેટલાં દર્દીઓને ઇન્જેક્શન અપાયા, કેટલાં અપાયા, કઇ કિંમતમાં અપાયા તેની પણ માહિતી મેળવવાની બાકી છે. આ ઉપરાંત પોલીસ તપાસ એ દિશામાં પણ ફંટાઈ છે કે જેને-જેને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન અપાયા છે તે પૈકી કેટલાં જીવે છે.

અઠવાગેટની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં કામ કરતી ડૉ હેતલ રસિક કથિરીયા તેના પિતા રસિક કથિરીયા અને અન્ય આરોપી વ્રજેશ હેમંતકુમાર મહેતાની ધરપકડ કરી હતી. આરોપી એકબીજાની સિન્ડિકેટમા ૪૦ હજારનું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન રૂપિયા ૨.૭૦ લાખમાં વેચતા હતા. આજે ત્રણ આરોપીઓ પૈકી બેના કોરોના ટેસ્ટના સેમ્પલ આવ્યા ન હોય, આરોપી રસિક કથિરીયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રસિકની કબૂલાતના આધારે પોલીસે વ્રજેશ મહેતાને ઝડપી પાડ્યો હતો. તેણે ઇન્જેક્શન સુરત જનરલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી મયંક જરીવાલા પાસેથી ખરીદ્યું હતું. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પિતા પુત્રી દ્વારા તો સિરીઝમાં ઇન્જેક્શનની કાળાબજારી કરતા સમગ્ર શહેરમાં તેની ભારે ચર્ચા થઈ રહી છે. મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી ડોક્ટર હેતલ કથીરિયાએ પોતાના પિતાને ઇન્જેક્શનની કાળાબજારી કરવામાં આપેલા સહકારને લઈને પણ ફિટકાર વરસવામાં આવી રહ્યો છે. આજે ડોક્ટર હેતલ કથીરિયા અને વ્રજેશ મહેતાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/