fbpx
ગુજરાત

૬૦ જેટલા આઇપીએસ અધિકારીની બદલીનો તખ્તો તૈયાર

રાજ્યમાં તાજેતરમાં જ આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. આ બદલીઓમાં ૭૭ જેટલા આઇએએસ અધિકારીઓની બદલી થઇ ચૂકી છે. હવે એક વખત ફરીથી ૬૦ જેટલા આઇપીએસ અધિકારીઓની બદલી કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. વહીવટી તંત્રમાં ફેરફાર બાદ હવે વિધાનસભાની ચૂંટણી પહેલાં જિલ્લા પોલીસ વડા, શહેરોના પોલીસ કમિશનર અને વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં ધરખમ ફેરબદલ કરવામાં આવી શકે છે.

ગૃહ વિભાગના સૂત્રો અનુસાર, ૬૦થી વધારે આઇપીએસ ઓફિસરોની બદલી થવાની શક્યતા દેખાઇ રહી છે. આ વિભાગમાં બદલી સાથે અડધો ડઝન ઓફિસરોને બઢતી પણ આપવામાં આવે તેવી સંભાવના છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાલમાં જ થયેલી ગુજરાત મુલાકાત બાદ પોલીસ વિભાગમાં ફેરબદલીની સંભાવના અને ચર્ચાઓ તેજ બની છે. અમિત શાહ સાથે પ્રાથમિક તબક્કે બદલીઓ મુદ્દે સીએમ રુપાણીએ ચર્ચા પણ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પોલીસ વિભાગમાં આઇપીએસ ઓફિસરો ઉપરાંત ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત સમગ્ર માળખું બદલાય તેવી સંભાવના છે. ગૃહ વિભાગના સુત્રો અનુસાર, આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને તેમજ આગામી બિગ પ્રોજેક્ટસને અનુલક્ષીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરના પોલીસ કમિશર પણ બદલાય તેવી સંભાવના દેખાઇ રહી છે.

Follow Me:

Related Posts