fbpx
ગુજરાત

સુરતના દીપક કાબરાની ટોકિયો ઓલિમ્પિકમાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં જ્જ તરીકે નિમણૂંક કરાઇ

સુરતના દીપક કાબરા ટોકિયો ઓલિમ્પિકમાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં જજ તરીકે સિલેક્ટ થયા છે. જિમ્નાસ્ટિક્સમાં જજ તરીકે સિલેક્ટ થનાર પ્રથમ ભારતીય બન્યા છે. તેમણે ખેલાડી તરીકે ઓલિમ્પિકમાં સિલેક્ટ ન થવાનો રંજ જજ તરીકે સિલેક્ટ થઇને પૂર્ણ કર્યો છે. આગામી દિવસોમાં ટોક્યોમાં આયોજિત ઓલિમ્પિકમાં તેઓ જજ તરીકે સેવા આપશે.

જાપાનના પાટનગર ટોકિયોમાં આગામી ૨૩ જુલાઇથી ઓલિમ્પિક રમતોત્સવ શરૂ થઇ રહ્યો છે. ઘોડદોડ રોડ પર ઇન્ડોર સ્ટેડિયમ સામે સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા દીપક સુરેન્દ્ર કાબરા ટોકિયો ઓલિમ્પિકમાં મેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં જજ તરીકે સિલેક્ટ થયા છે. ઓલિમ્પિકમાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં સિલેક્ટ થનાર ભારતના પ્રથમ જજ બનવાનું બહુમાન મળ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે દરેક ખેલાડીનું સ્વપ્ન ઓલિમ્પિકમાં મેડલ મેળવવાનું હોય છે. હું જ્યારે ખેલાડી તરીકે જિમ્નાસ્ટિક્સમાં રમતો હતો ત્યારે ઓલિમ્પિક સુધી પહોંચી શક્યો ન હતો. તેથી, મને ઓલિમ્પિકમાં ન પહોંચવાનો અફસોસ હતો. બાદમાં સ્પોટ્‌ર્સ સાથે જાેડાણ શરૂ રાખવા મેં જજ તરીકે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યુ હતું.

૨૦૦૯માં જજ તરીકે કામગીરી શરૂ કરી હતી. બાદમાં ૨૦૧૭માં ઇન્ટરનેશનલ લેવલની પરીક્ષા આપી હતી. પરીક્ષામાં ઉત્તીર્ણ થતા ઇન્ટરનેશનલ જજ બન્યા હતા. ઓલિમ્પિક સિલેક્શન માટે ચાર વર્ષ સુધી વિવિધ સ્પર્ધામાં જજ તરીકે પર્ફોર્મન્સ જાેવામાં આવે છે. જિમ્નાસ્ટિક્સમાં દુનિયાભરમાંથી ૫૦ જજ સિલેક્ટ થયા છે. ભારતમાંથી પ્રથમવાર તેમનું સિલેક્શન થયું છે. તેઓ ઓલિમ્પિકમાં જજ તરીકે સિલેક્ટ થતા પરિવારમાં ખુશીનો માહોલ છે. તેમના પત્ની રિલાયન્સ ફાઉન્ડેશનમાં સીએ તરીકે નોકરી કરે છે.

અત્યાર સુધીમાં ૨૦થી વધુ ઇન્ટરનેશનલ જિમ્નાસ્ટિક્સ સ્પર્ધામાં જજ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, યૂથ ઓલિમ્પિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ, યુનિવર્સિટી ગેમ્સ, વર્લ્ડ કપ વગેરે પ્રતિયોગિતામાં જજ તરીકે સેવા આપી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/