fbpx
ગુજરાત

મુંબઈ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની વિવિધ દુર્ઘટનાઓમાંમાર્યા ગયેલાઓને મોરારિબાપુ તરફથી સહાય


          તાજેતરમાં રાજેસ્થાનના જયપુર ખાતે આકાશી વીજળી પડતાં 19 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. આ દિવસોમાં પૂજ્ય મોરારીબાપુની રામકથા શ્રીનાથજી-નાથદ્વારા ખાતે ચાલતી હતી. એ 19 મૃતકોના પરિવારજનોને પૂજ્ય બાપુની સુચનાનુસાર તત્કાલ સહાય રામકથાના યજમાન દ્વારા વિતરિત કરવામાં આવનાર છે. એ જ પ્રમાણે ગઈકાલે મુંબઈના ચેમ્બુર અને વિક્રોલી ખાતે ભારે વરસાદને લીધે ભૂસ્ખલન થતાં 32 જેટલા લોકોએ પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે જેની વિગતો મેળવવામાં આવી રહી છે. મુંબઈ મહાપાલિકાના સૂત્રો પાસેથી તેની વિગતો મળે એ મુજબ તે હતભાગી લોકોના પરિવારજનોને પણ સહાયતા રામકથાના મુંબઈ સ્થિત શ્રોતાઓ દ્વારા વિતરિત કરવામાં આવશે. તમામ મૃતકોના પરિવારજનોને સાંત્વના રૂપે પાંચ હજારની સહાયતા મોકલવામાં આવશે.        મધ્યપ્રદેશનામાં કૂવો ધસી પડતા પણ 19 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. એમના પરિવારજનોને પણ તત્કાલ સહાયતા અર્થે પૂજ્ય બાપુ દ્વારા શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે રાશિ પહોંચાડવામાં આવશે. ત્રણેય દુર્ઘટનાઓમાં માર્યા ગયેલ વ્યક્તિઓની સંખ્યા 70 જેટલી છે જેની કુલ સહાય 3,50,000 રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર થાય છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/