fbpx
ગુજરાત

વડોદરામાં શારદા ગૃહ ઉદ્યોગ અને હાથીખાના બજારમાં મનપા ટીમના દરોડા

વડોદરામાં બજાર કિંમત કરતા સસ્તા ભાવે હળદર, મરચાં અને ધાણા પાવડરનું વેચાણ કરતા શારદા ગૃહ ઉદ્યોગ અને હાથીખાના બજારમાં વડોદરા મહાનગર પાલિકાની આરોગ્ય શાખાની ત્રણ ટીમોએ દરોડા પાડયાં હતાં. દરોડા દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે શારદા ગૃહ ઉદ્યોગ ખાતેથી હળદર અને મરચાનો કુલ ૩.૭૫ લાખની કિંમતનો ૨૮૧૮ કી. ગ્રાં જથ્થો તેમજ હાથીખાના બજારમાંથી મરચું હળદર તથા ધાણાનો કુલ રૂપિયા ૮૦૪૦ ની કિંમતનો કુલ ૪૦.૫૦૦ કી. ગ્રા. જથ્થો સિઝ કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે મરચું હળદર તથા ધાણાના સેમ્પલ પૃથકકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

ફૂડ સેફ્ટી ગાંધીનગર અને ખોરાક શાખાના સર્વે દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે, મરચું તથા હળદર પાવડર બજાર કિંમત કરતા ઓછા ભાવે વેચાઇ રહ્યા છે. જેના આધારે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ભુતડી ઝાપા બસ ડેપોની પાછળ આવેલા હુજરાત ટેકરા ખાતે વેપારી શહેનાદ હુસેન અહેમદ ખાન પઠાણ સંચાલિત શારદા ગૃહ ઉદ્યોગના ગોડાઉન ખાતે છેલ્લા છ દિવસથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન ગઇકાલે બપોરથી મોડી રાત સુધી દરોડાની કાર્યવાહી ચાલી હતી.

દરોડા દરમિયાન આરોગ્ય શાખાની ટીમે ગોડાઉનમાંથી રેડ ચીલી પાવડરનો રૂપિયા ૧,૨૫,૭૫૦ લાખની કિંમતનો ૮૯૮ કી.ગ્રા જથ્થો , ધાણા પાવડર નો રૂપિયા ૨૦,૫૪૦ કિંમતનો ૧૫૮ કિલોગ્રામ જથ્થો, ચમન મરચા પાઉડર નો રૂપિયા ૮૯,૪૪૦ કિંમતનો ૬૮૮ કઈ.ગ્રા જથ્થો, મરચા પાવડર નો ૧,૧૬,૪૮૦ ની કિંમતનો ૮૯૬ કઈ.ગ્રા જથ્થો, સેલમ હળદર નો રૂપિયા ૨૩,૧૪૦ ની કિંમતનો ૧૭૮ કી. ગ્રા જથ્થો મળી કુલ ૩,૭૫,૩૨૦ કિંમતનો ૨૮૧૮ કી. ગ્રા જથ્થો જપ્ત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/