fbpx
ગુજરાત

પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ માં સુધારો ન થાય ત્યાં સુધી ગ્રાન્ટેડ કોલેજો ને પ્રાઇવેટ યુનિવર્સિટી માં સામેલ કરવા અંગેની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ

ગુજરાત સરકારે વર્ષ ૨૦૦૯ માં ખાનગી યુનિવર્સિટી એકટ બનાવ્યો હતો.

તાજેતર માં આ પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે .પ્રાઇવેટ યુનિવર્સિટી એકટ ૨૦૦૯માં સુધારો ૨૦૧૧માં થયો અને આ સુધારા પ્રમાણે ગ્રાન્ટેડ કોલેજો ને પ્રાઇવેટ યુનિવર્સિટી માં જોડવા થી બાકાત રાખવામા આવી હતી..પરંતુ  તેનો પાછો નવો સુધારો ૨૦૨૧ માં થયો છે .૨૦૨૧ નો સુધારો એ ગ્રાન્ટેડ કોલેજો માટે ચિંતાનો વિષય થયો છે. વર્તમાન રાજ્ય સરકારે ૨૦૧૧ ના સુધારાને ૨૦૨૧માં રદ કરવામાં આવ્યો છે.

 તેને વિસ્તારથી સમજીએ તો૨૦૦૯ માં પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ માં થયેલ સુધારા બાદ તારીખ – ૧૩-૫-૨૦૨૧ ના રોજ જે નવો સુધારો આવ્યો તેમાં ૨૦૧૧ ના સુધારા ના સેક્શન માં બદલાવ કરીને જે સુધારો દાખલ કર્યો છે તે પ્રમાણે ( ગેઝેટ – (1)in sub. Section (5) the words “exept the grant in aid colleges and institutions” shall be deleted. (2) sub. Section (7) shall be deleted. ) 

જે  પ્રાઇવેટ યુનિવર્સિટી સાથે ગ્રાન્ટેડ કોલેજ ના જોડાણને અનુમોદન આપે છે..

આ પ્રકારનો ૨૦૨૧ ના નવા સુધારા સાથે પ્રાઇવેટ યુનિવર્સિટી એકટ બનતા ની સાથે જ  ગુજરાત રાજયની કેટલીક ગ્રાન્ટેડ સંસ્થાઓ એ ખાનગી યુનિવર્સિટી માં જોડાવવાની તૈયારીઓ શરૂ થઇ છે .

આ પ્રાઈવેટ યુનિવર્સીટી એક્ટ માં કર્મચારી ની સેવા અંગે કોઈ જ સ્પષ્ટતા નથી..

આથી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ માં ચિંતાનો માહોલ સર્જાયો છે.  ગ્રાન્ટેડ સંસ્થામાં હાલ માં જે વિષય  ચાલી રહ્યા છે તે વિષય ચાલુ રાખવા કે કેમ તેની પણ સ્પષ્ટતા નથી સાથે સાથે  વિદ્યાર્થીઓને કેટલી ફી લેવી તેની પણ સ્પષ્ટતા નથી..

જો પ્રાઈવેટ  યુનિવર્સીટી એક્ટ માં ૨૦૨૧ પ્રમાણે ના સુધારાનો અમલ થાય તો રાહત દરે શિક્ષણ આપતી ગ્રાન્ટેડ કોલેજોમાં ફી વધારો થઈ શકે છે જે મધ્યમ વર્ગના અને આર્થીક પછાત વિદ્યાર્થી ઓ ને પરવડી શકે નહિ ઉપરાંત અનુદાનિત યુનીવર્સીટી માંથી ખાનગી યુનિવર્સિટી માં જોડાણ થતા અધ્યાપકોની નોકરીની શરતો તેમજ તેમના અન્ય લાભો જોખમ માં મુકાય તેવી પૂરે પૂરી સંભાવનાઓ છે. જે ગ્રાન્ટેડ સંસ્થામાં કાર્યરત કર્મચારીઓ ના હિત માં જણાતું નથી અને આ અંગે કોઈ સ્પસ્ટતા પણ નથી.

સરદાર પટેલ યુનિવર્સિટી,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલા આઠથી દસ ગ્રાન્ટેડ કોલેજો એ ખાનગી યુનિવર્સિટીમાં જોડાવવા ની પ્રક્રિયા ચાલુ પણ કરી છે ત્યારે..

આ પ્રકારની હિલચાલથી સમગ્ર ગુજરાત રાજ્યના ગ્રાન્ટેડ  કોલેજોમાં કાર્યરત કર્મચારીઓમાં ભવિષ્યને લઇને ચિંતા વધી ગઈ છે.

 સરકારે આ પ્રકારની ખાનગી યુનિવર્સિટીમાં ગ્રાન્ટેડ કોલેજો ને જોડાવાની પ્રક્રિયા બંધ કરી દેવી જોઈએ અને પ્રાઇવેટ યુનિવર્સિટી એકટ માં ફેરવિચારણા કરવી જોઈએ .

અમારી માંગણી છે કે ગ્રાન્ટેડ કોલેજો ને પ્રાઇવેટ યુનિવર્સિટી માં સામેલ કરવા અંગેના પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટમાં સુધારો ન થાય ત્યાં સુધી કાર્યવાહી સ્થગિત   કરવામાં આવે ..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/