fbpx
ગુજરાત

પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો કરવા ચેમ્બર ઓફ કોમર્સે માંગ કરી

કોરોના સંક્રમણને લઈને રેલવે સ્ટેશન પર મુસાફરો સિવાયના લોકોની ભીડને ટાળવા માટે પ્લેટફોર્મ ટિકિટ બંધ કરી દેવામાં આવી હતી. જે શરૂ કરવામાં આવી છે. જાે કે, સુરત જેવા રેલવે સ્ટેશન પર મુસાફરોના સહાયક માટેની પ્લેટફોર્મ ટિકિટ ૫૦ રૂપિયા કરી દેવામાં આવી છે. જેથી કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોષના હોમ ટાઉન સુરતમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી માગ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી છે.

કોરોનાના લીધે પ્લેટફોર્મ ઉપર વધુ ભીડ ના થાય અને જેને ખરેખર જરૂર હોય એ જ લોકો પેસેન્જરને પ્લેટફોર્મ ઉપર મૂકવા જાય એ માટે આ ભાવ વધારો રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ર્નિણયથી ખરેખર જે યાત્રીને સહાયક ની જરૂર છે, ( સિનિયર સિટીઝન, મહિલાઓ, બાળકો, વિકલાંગો, બીમાર વ્યક્તિ) તે જ યાત્રી પોતાની સાથે સહાયકને પ્લેટફોર્મ ટિકિટ ખરીદી મૂકવા બોલાવી શકશે.આજે મુંબઈથી સિનિયર ડી સી એમ એ રાકેશ શાહ ને આ જાણકારી આપી હતી, ત્યારબાદ કંટ્રોલથી સુરત અને બધા સ્ટેશનો ઉપર મેસેજ કરવામાં આવ્યા હતા.

દિનેશભાઈ નવડીયા (ચેમ્બર પ્રમુખ) એ જણાવ્યું હતું કે, પ્લેટફોર્મ ટિકિટનો આ ભાવ વધારો કોઈ પણ સંજાેગોમાં નહિ ચલાવાય, અમદાવાદ વડોદરા સહિત બીજા સ્ટેશનો ઉપર ૩૦ રૂપિયા છે તો સુરતમાં કેમ ૫૦ રૂપિયા રાખવામાં આવ્યા એ એક પ્રશ્ન છે. આ બાબતે રાકેશ શાહે તરત જ ડ્ઢઇસ્ ને રજૂઆત કરી આ ભાવ તાત્કાલિક ઘટાડવા માગણી કરી હોવાનું કહેવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/