fbpx
ગુજરાત

રાજ્યમાં ૫ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, સોમવારે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદ પડશે. બીજા દિવસે મંગળવારે સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થયો છે, તો ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની ઘટ છે. રાજ્યમાં આગામી ૩ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ૫થી ૮ ઓગસ્ટ સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે, પરંતુ વરસાદ હાથતાળી આપી રહ્યો છે.

રાત્રે અને દિવસ દરમિયાન થોડા થોડા સમયે ઝરમર વરસાદ વરસી રહ્યો છે પરંતુ સારો વરસાદ થતો નથી. જેના કારણે લોકો પણ હેરાન થઈ રહ્યાં છે. બીજી તરફ સોમવાર અને મંગળવાર બે દિવસ ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.

હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, ગીર, સોમનાથ, નવસારી, પોરબંદર, વલસાડ સહિત પથંકમાં મેઘમહેર થઇ શકે છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં ચોમાસાનો સૌથી વધુ વરસાદ વલસાડમાં ૩૩.૭૦ ટકા વરસાદ થયો છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ૨૦.૨૩ ઇંચ સાથે સિઝનનો સૌથી વધુ એટલે કે ૩૫.૧૯ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં ૫.૨૭ ઈંચ સાથે ૩૦.૨૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭.૯૫ ઈંચ સાથે ૨૮.૧૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૦.૫૬ ઈંચ સાથે ૩૦.૦૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૮.૭૭ ઈંચ સાથે ૩૧.૮૯ ટકા વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં આ સિઝનનો ૩૪.૯૦ ટકા, પાટણનો ૪૧.૭૬ ટકા તથા બનાસકાંઠામાં ૨૫.૯૬ ટકા વરસાદ નોંધાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/