fbpx
ગુજરાત

પ્રેમીયુગલે ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર

માંગરોળ ગામની સીમમાં વરખડાના ઝાડની ડાળી સાથે રસ્સી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવક અને યુવતીનો મૃતદેહ જાેવા મળ્યો હતો. તપાસ કરતાં યુવક વાવ તાલુકાના માવસરી ગામનો મહેશભાઇ રતાભાઇ ચૌહાણ અંદાજીત ૨૫ વર્ષ અને યુવતી થરાદના દાંતીયા ગામની સુખીબેન પોપટભાઇ ઠાકોર અંદાજીત ૧૮ વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. યુવક માવસરીથી શનિવારે દાંતીયા આવેલ હોઇ પ્રાથમિક દૃષ્ટિએ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાના કારણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હોવાનું ચર્ચાઓ પરથી પ્રતિત થતું હતું. બનાવને પગલે બંનેના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા બંન્ને મૃતદેહોને સરકારી હોસ્પીટલમાં ખસેડીને પી.એમ. કરાવવામાં આવ્યું હતું. તેમજ બંન્ને પક્ષોની જાહેરાતના આધારે અક્સ્માત મોત રજીસ્ટરે નોંધ કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. થરાદ તાલુકાના માંગરોળ ગામની સીમમાં રવિવારના સુમારે એક યુવક અને યુવતીના ગળા ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં અરેરાટી પ્રસરી છે. પોલીસ દ્વારા અકસ્માત મોત રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/