fbpx
ગુજરાત

સુરતમાં પતિએ પત્ની સાથેના અનૈતિક સંબંધના લીધે પ્રેમીની કરી નાંખી હત્યા


સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ભક્તિનગર-૩માં સતીશ નિષાદ નામનો વ્યક્તિ તેના પરિવારની સાથે સાથે રહેતો હતો. તે કલર કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતો હતો. સતીશની પત્ની મુન્નીદેવીને સતીશના માસીના દીકરા અમરજીત સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ વાતની જાણ સતીશને થઈ ગઈ હતી. જેથી અમરજીત સતીશની પત્ની મુન્નીદેવીને ભગાડીને લઈ જાય તે પહેલાં જ તેને ભાઇની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. સોમવારે સાંજે સતીશને અમરજીતે ફોન કર્યો હતો. તે મુન્નીદેવીને અને બાળકોને લઈને કૈલાસ નગર ચોકડી પાસે ઊભો છે અને તે તેને લઇ જવા માંગે છે.

અમરજીતે સતીશને તેની પત્ની સાથે છૂટાછેડા કરવા માટે મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ અમરજીતે સતીશને કહ્યું કે, તું છૂટાછેડાનું બોલી દે ત્યારે સતીશે પોલીસ સ્ટેશનમાં લખાણ કરવાનું કહ્યું પરંતુ મુન્નીદેવી કે, અમરજીત એક પણ પોલીસ સ્ટેશન જવા તૈયાર થયા ન હતા. અ બાબતે અમરજીત અને સતીશ વચ્ચે રસ્તા પર જ ઝઘડો થઈ ગયો હતો અને આ ઝઘડામાં રોષે ભરાયેલા સતીશે બાજુની લારી પર રહેલુ ચપ્પુ ઉપાડીને અમરજીતના પેટના ભાગે મારી દીધુ હતું અને ત્યારબાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અમરજીતને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં અમરજીતનું મોત થયું હતું. તો બીજી તરફ મુન્નીદેવી પતિના ડરના કારણે બંને બાળકોને સાથે લઈને ક્યાંક ભાગી ગઈ હતી.

આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, અમરજી તે એક દિવસ મુન્નીદેવીને સામેથી ફોન કર્યો હતો અને ત્યારબાદ બંને એકબીજા સાથે ફોનમાં વાત કરતા હતા અને એકાદ વર્ષ પહેલા સતીશે મુન્નીદેવી અને અમરજીતનો ભાંડો ફોડી નાખ્યો હતો અને ત્યારબાદ પતિ તેની પત્નીને અમરજીત સાથે સંબંધ ન રાખવા માટે જણાવતો હતો અને આ વાતને લઈને બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા.રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અવાર નવાર ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યા જેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે વધુ એક હત્યાનો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતમાં એક વ્યક્તિ તેના જ પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી હતી અને હત્યા કરવા પાછળનું કારણ એ હતું કે, પિતરાઇ ભાઇને હત્યારા વ્યક્તિની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો અને પિતરાઇ ભાઇ પત્નીને ભગાડીને લઈ જશે તેવા ડરના કારણે અંતે આ વ્યક્તિએ પિતરાઇ ભાઇની હત્યા કરી નાખી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/