fbpx
ગુજરાત

પોલીસ પરિવારો જાેડાયા, રસ્તા પર થાળી-વેલણ વગાડી સમર્થન આપ્યું પરંતુ….

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે મંડપ બાંધી પોલીસના ગ્રેડ પેની માગણી શરૂ કરાઈ હતી, જેમાં પોલીસ પરિવારના લોકો જાેડાયા હતા. ઉપરાંત સહી ઝુંબેશ પણ શરૂ કરાઈ હતી. મહેસાણામાં પોલીસ પરિવારોએ રેલી કાઢી હતી. જ્યારે દિયોદરમાં યુવાનોએ ચક્કાજામ કર્યો હતો. ઈડરમાં પોલીસ પરિવારની મહિલાઓએ નાયબ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. ઉપરાંત બાયડ, આંબલિયારા, સાઠંબા તથા મેઘરજમાં પણ દેખાવો કરાયા હતા.સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચેલી પોલીસ પરિવારની મહિલાઓએ જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પોલીસને ઓછો ગ્રેડ પે મળી રહ્યો છે. રાજ્યના ગૃહમંત્રી બાળક માટે બહાર આવે તો પોલીસ માટે કેમ નહીં તેવો પ્રશ્ન તેમણે કર્યો હતો અને આંદોલનને ટેકો જાહેર કરી અન્ય મહિલાઓને પણ જાેડાવવા અપીલ કરી હતી. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓને તેમને મળવાપાત્ર લાભો નિયમોનુસાર પૂરા પાડવા સરકારનું મન હરહંમેશ ખુલ્લું છે. રાજ્યમાં ચાલી રહેલા પોલીસ કર્મચારીઓના આંદોલન સંદર્ભે તેમણે કહ્યું કે, ગૃહ રાજ્યમંત્રી દ્વારા તેમની સાથે ચર્ચાવિચારણા કરવામાં આવી રહી છે. આ અંગે પણ હકારાત્મક અભિગમ દ્વારા ર્નિણય કરાશે.પોલીસમાં ગ્રેડ પે વધારા માટેનું ગાંધીનગરમાંથી શરૂ થયેલું આંદોલન હવે રાજ્યભરમાં પહોંચ્યું છે. અમદાવાદ, સુરત, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, ઇડરમાં બુધવારે પોલીસ કર્મચારીઓના પરિવારો પણ જાેડાયા હતા. બુધવારે આ મામલે અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર, દાણીલીમડા પોલીસલાઈન ખાતે પોલીસ પરિવારોની મહિલાઓ અને બાળકોએ થાળી-વેલણ વગાડી આંદોલનને ટેકો આપ્યો હતો. પોલીસ પરિવારની મહિલાઓ પૈકી વીણાબેન રાવલ અને ભારતીબેને જણાવ્યું હતું કે, ‘દરેક જિલ્લાના પોલીસ પરિવારોની મહિલાઓને બહાર નીકળવાની અપીલ કરીએ છીએ. અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના સંગઠને આંદોલનના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બીજી તરફ વડોદરામાં સોશિયલ મીડિયામાં આંદોલનને ટેકો આપનાર ૨ પોલીસ કર્મીને શો કોઝ નોટિસ અપાઈ હતી.

Follow Me:

Related Posts