fbpx
ગુજરાત

ચાર ગલૂડિયા માટે બે ડોગ માલિક પોલીસ તેમજ હાઈકોર્ટમાં ગયા

માધુપુરા માર્કેટ પાછળ રહેતા રુસ્તમ તારાપોરવાલાએ હની બાદામવાલા સામે ગલૂડિયાં ચોરી અંગે પોલીસમાં અરજી કરી હતી. સામે પક્ષે હની બાદામવાલાએ રુસ્તમ તારાપોરવાલા સામે અરજી કરી હતી. થોડા સમય પહેલાં રુસ્તમ તારાપોરવાલાએ તેમના પગ પ્રજાતિના ડોગ માટે બ્રીડિંગ સેન્ટરનો સંપર્ક કરી, હની બાદામવાલાની માલિકીની માદા ડોગને પસંદ કરી હતી. થોડા સમય પછી માદા ડોગને ૪ પગ ગલૂડિયાં જન્મ્યા હતા. પરંતુ ગલૂડિયાંના જન્મ પહેલાં કોઇ લેખિત કરાર કર્યો નહોતો. ગલૂડિયાંની માલિકી કોની રહેશે? ૪ ગલૂડિયાં જન્મ્યાં હોવાથી રુસ્તમ તારાપોરવાલા ગલૂડિયાં લેવા હની બાદામવાલાને ત્યાં ગયા, પરંતુ હનીભાઇએ ગલૂડિયાં તેમના પેટ માદા ડોગથી થયાં હોવાથી આપવાનો ઇનકાર કર્યો હતો. પગ પ્રજાતિના બે કૂતરાના માલિકો વચ્ચે ગલૂડિયાંની માલિકીને લઇને વિવાદ થતાં બંનેએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગલૂડિયાં ચોરી લીધા હોવાની ફરિયાદ માધુપુરા પોલીસમાં થયા પછી બંનેએ હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા કરેલી અરજીમાં રજૂઆત કરી હતી કે એક વ્યક્તિનો મેલ ડોગ અને બીજાની માદા ડોગ હતા. બ્રીડિંગ સેન્ટરમાં બ્રીડિંગ પછી ગલૂડિયાં થાય તો તેની માલિકી કોની રહેશે એ અંગે કોઇ લેખિત કરાર કર્યા નહોતા, તેથી ગલૂડિયાંના જન્મ બાદ મેલ ડોગના માલિક ગલૂડિયાં લેવા ગયા ત્યારે માદા ડોગના માલિકે ઇનકાર કરતાં બંને વચ્ચે ઝઘડો થતાં બંનેએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે બંનેને આપમેળે સમાધાન કરીને ૨-૨ ગલૂડિયાં વહેંચી લેવા ૧૪ દિવસનો સમય આપ્યો છે. બ્રીડિંગ સેન્ટરમાં આવતા મેલ ડોગના માલિકો સામાન્ય રીતે ગલૂડિયાં વહેંચી લેતા હોય છે. એક ડોગના માલિક હનીભાઈ ગલૂડિયાં વહેંચવા માગતા નહોતા, તેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. હનીભાઇએ એવી દરખાસ્ત મૂકી હતી કે જાે રુસ્તમભાઇ ગલૂડિયાં પોતાની પાસે રાખશે તો ૪ પૈકી ૨ તેમને આપવામાં આવશે, પણ જાે વેચશે તો એ આપવા તૈયાર નથી. રુસ્તમભાઇએ એવી રજૂઆત કરી હતી કે એક કરતાં વધુ ડોગ રાખવા તેઓ તૈયાર નથી, પરંતુ તેમનો ગલૂડિયાં પર અધિકાર છે. છેવટે રુસ્તમભાઇ હનીભાઇના ઘરેથી બે ગલૂડિયાં લઇ ગયા હતા, જેને કારણે બંનેએ સામસામી ગલૂડિયાં ચોરવાની ફરિયાદ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/