fbpx
ગુજરાત

સુરતના ડુમસ દરિયા કિનારાને ડેવલોપ કરવાની કામગીરી શરૂ કરાશે

સુરતીઓને હવે હરવા ફરવાના સ્થળ તરીકે ડુમસનો દરિયાકિનારો શ્રેષ્ઠ સ્થળ તરીકે ડેવલપ કરવાના તમામ પ્રયત્નો હવે અમલીકરણની દિશામાં આગળ વધારવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં ટૂંક જ સમયમાં તેના પર કામગીરી શરૂ કરીને શહેરીજનોને એક નવું નજરાણું પણ મળી શકશે.સમગ્ર વિશ્વમાં વિકાસની ગતિમાં અગ્રેસર રહેલા સુરતમાં હરવા ફરવા લાયક સ્થળોની સંખ્યા ખૂબ ઓછી છે. જેથી હવે સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે તેમજ સુરતમાં બહારથી આવતા લોકો માટે પણ એક સારું અને વિકસિત સ્થળ ઉભું કરવાની વિચારણા લાંબા સમયથી ચાલી રહી છે. જેના પર હવે અમલીકરણ શરૂ કરી પણ નાંખ્યું છે. સુરત શહેરને સૌથી લાંબો દરિયાકિનારો મળ્યો છે.

ત્યારે ડુમસના આ દરિયાકિનારાને ડેવલપ કરી શકાય અને હરવા ફરવા લાયક વિકસાવી શકાય તે માટે હવે કોર્પોરેશને કમર કસી છે. સુરત કોર્પોરેશન હવે ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેકટ સાકાર કરવા જઈ રહી છે. ડુમસના દરિયાકિનારે જંગલ ખાતાની ૨૮.૭૫ હેકટર અને સરકારી ૭૮ હેકટર જમીન મળીને કુલ ૧૦૬ હેકટર જમીન પર ઇકો ટુરિઝમ પાર્ક સહિત સહેલાણીઓના આનંદ પ્રમોદ માટે અલગ અલગ પ્રોજેકટ ડેવલપ કરવાનો વિચાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટને ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે પણ મંજૂરી આપી દીધી હોય હવે સુરત મહાનગરપાલિકા માટે રસ્તો ખુલ્લો થયો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર પ્રોજેક્ટના ડેવલપમેન્ટ પાછળ અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. આ પ્રોજેકટની કન્સલ્ટન્સીથી માંડીને ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ અને સંબંધિત સહકારી વિભાગોની મંજૂરી મેળવવા માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. ચાર એજન્સીઓમાંથી એક એજન્સીનું પ્રેઝન્ટેશન યોગ્ય લાગતા તેના ટેન્ડરને ચર્ચા માટે મુકવામાં આવ્યું છે. આ પ્રોજેકટ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે ડુમસ દરિયાકિનારે અવાવરુ પડી રહેલી જંગલ ખાતાની જમીન અને સરકારી જમીન જેમાં ગેરકાયદે પ્રવૃતિઓ પણ થતી રહે છે. તેના પર હરવા ફરવાની એક સુંદર અને વિશાળ સ્થળના બ્યુટીફીકેશન સાથેનો વિકાસ થશે. અહીં ઇકો ટુરિઝમ પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, હોટેલ, રેસ્ટોરન્ટ, વોટર પાર્ક સહિત આનંદ પ્રમોદની તમામ એક્ટિવિટીની સુવિધા ઉપલબ્ધ થશે. એટલું જ નહીં દરિયાકિનારે ૫.૫ કિલોમીટરનો કોસ્ટલ વે પણ તૈયાર કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/