fbpx
ગુજરાત

લીલી પરિક્રમામાં ભક્તો દ્વારા હોટલો, વાહનોમાં ભારે ઘસારો

ગિરનાર પર્વતને ફરતે થતી લીલી પરિક્રમામાં ભક્તો આવ્યા કોઈ વ્યવસ્થા ન હોવાથી અને તંત્ર દ્વારા સરકાર દ્વારા વારંવાર નિયમો માં બદલાવ કરવાને કારણે ૭૫ ટકા ભાવિકો પરિકર્મામાં આવ્યા જ નહીં અને ખાવા, પીવા, મુસાફરીની અવગડ જાેવા મળી રહી હતી. પરિક્રમા પૂર્ણ થતા ભવનાથથી જૂનાગઢ શહેરમાં આવવા માટે ભાવિકો રવાના થતા રિક્ષા ચાલકોને તડાકો થયો હતો. જ્યારે એસટી ઉપરાંત ખાનગી વાહનોમાં પણ બેસી લોકો ઘરે જવા રવાના થતા ખાનગી વાહનોમાં પણ ભીડ જાેવા મળી હતી. આ ઉપરાંત રેસ્ટોરન્ટ, ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં પણ ભીડ જાેવા મળી હતી.તંત્રના અણઘડ ર્નિણયોના કારણે લીલી પરિક્રમાનું આયોજન સાવ ડખ્ખે ચડી ગયું હતું. પરિણામે અન્નક્ષેત્રો, ઉતારા મંડળો કે જે, દર વર્ષે ફ્રિમાં ભોજન, ચા, પાણી, નાસ્તાની સુવિધા પુરા પાડતા હતા તેની સેવા મળી શકી ન હતી. જાેકે, પરિક્રમા કરવા આવેલા ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ તેમજ સાધુ-સંતો મદદે આવ્યા હતા. ગિરનાર મંડળના સાધુ-સંતોએ નાસ્તા માટે બુંદી, ગાઠીયાની વ્યવસ્થા કરી હતી. સાથે ઝીણાબાવાની મઢી, માળવેલા અને બોરદેવી ખાતે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. જ્યારે પીવાના પાણીની બોટલોની થતી ઉઘાડી લુંટથી પરિક્રમાર્થીઓને બચાવવા શ્રી હિરાદીપ ચેરીટેબલ ટ્રસ્ટના કલ્પનાબેન જાેષી, શિતલબેન જાેષી, જીયાબેન જાેષી અને ટ્રસ્ટના સભ્યોએ પરિક્રમાના વિવિધ વિસ્તારોમાં ફ્રિ મિનરલ વોટરની બોટલોનું વિતરણ કર્યું હતુંપરિક્રમા પૂર્ણ કરી પરત ફરેલા ભાવિકો માદરે વતન જવા માટે હાથ આવ્યું વાહન પકડી પરત ફરી રહ્યા છે. દરમિયાન એસટી બસ સ્ટેશનમાં પણ ભાવિકોની ભીડ જાેવા મળી હતી.લીલી પરિક્રમા કરવા ૨,૨૫,૦૦૦થી વધુ ભાવિકો ઉમટ્યા હતા.પરિણામે જંગલમાં ભાવિકોની ભીડ જાેવા મળતી હતી. જાેકે, ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી હોય પરત ફરતા હવે જંગલ ખાલી થઇ રહ્યું છે.લીલી પરિક્રમા માત્ર ૪૦૦ સાધુ-સંતો દ્વારા જ થનાર હતી. છેલ્લી ઘડીએ ર્નિણયમાં ફેરફાર થયો અને તમામને પરિક્રમા માટે છૂટ અપાતા વન વિભાગને દોડધામ થઇ ગઇ હતી. વ્યવસ્થા જાળવવા માટે ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, સોમનાથ,જૂનાગઢમાંથી આરએફઓ, ફોરેસ્ટર અને બિટ ગાર્ડ મળી ૧૦૦થી વધુના સ્ટાફને ૨૪ કલાકમાં હાજર થવા આદેશ કરી બોલાવાયો હતો.ર વન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૨,૨૫,૦૦૦થી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે અને તેઓ જંગલ છોડી બહાર આવી ગયા છે. જ્યારે પરિક્રમાના છેલ્લા દિવસ- શુક્રવારે ૭૦૦થી વધુ ભાવિકોએ પરિક્રમા માટે જંગલમાં પ્રવેશ કર્યો છે. આ ભાવિકોના પ્રવેશ સાથે હવે ગેઇટ બંધ કરી દેવાયો છે. આ ૭૦૦ જેટલા જ ભાવિકો પરિક્રમા રૂટ પર છે તેઓ પણ સાંજ સુધીમાં પરત આવી જશે. આ રીતે લીલી પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. હવે તમામ ભાવિકો માદરે વતન જવા રવાના થઇ રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/