fbpx
ગુજરાત

વાપીનો ૧૪ વર્ષનો બાળક ગેમ ન રમવા દેતા ચિઠ્ઠી લખી ઘરેથી ભાંગી ગયો

લોકડાઉન બાદ ઓનલાઇન અભ્યાસ કરતાં કરતાં અભિષેકને ગેમ રમવાની ટેવ પડતાં ઘણીવાર મોબાઇલમાંથી ગેમ ડિલિટ કરી દેવા છતાં તે માનતો નહોતો અને ગેમ ફરીથી ઇન્સ્ટોલ કરી રમવાથી ગુમસૂમ- સાઇકોની જેમ થઇ ગયો હતો. “મમ્મી-પાપા, ભૈયા ઔર દીદી આપ મુઝે ફ્રી ફાયર ગેમ ખેલને નહીં દે રહે હો, ઇસલિયે મૈં ઘર સે એક હજાર રૂપિયા લે કે ઘર છોડકર જા રહા હૂ… “

૯ ડિસેમ્બરે વાપીના ડુંગરા ખાતે રહેતો અભિષેક ભગવાન યાદવ (ઉં.વ.૧૪) સ્કૂલ-બેગમાં આ લખી ઘરથી ભાગી છૂટ્યો હતો, જે ગુરુવારે રાજસ્થાનના રાની રેલવે સ્ટેશને લોકોને ટ્રેન અંગે પૂછપરછ કરતા દેખાયો હતો, જેથી સ્ટેશનના પોઇન્ટ મેન કિશનારામે તેને બોલાવી પૂછપરછ કરતાં તે વાપીમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. બાળકના સ્કૂલ-સંચાલક અને પરિવારજનો સાથે વીડિયો-કોલ પર વાત કરાવતાં તે ૯મીએ ગુમ થયાનું જાણવા મળ્યું હતું, જે બાદ બાળકને તેનાં પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. બાળકના પિતા ભગવાન યાદવએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર અભિષેક ૯ ડિસેમ્બરે સ્કૂલમાં અભ્યાસ કરવા નીકળ્યો હતો. જાેકે મોડે સુધી પરત ન આવતાં તેની શોધખોળમાં બેગ સ્કૂલમાંથી મળ્યા બાદ અંદરથી લેટર મળ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/