fbpx
ગુજરાત

દાણીલીમડામાં આવેલ રાજસ્વી કેમિકલ કંપનીના મેનેજર યુરિયા ખાતરના જથ્થા સાથે ધરપકડ

પ્રભુદાસ એસ્ટેટમાં આવેલી રાજસ્વી કેમિકલ કંપનીમાં યુરિયા ખાતરનો કેટલોક ગેરકાયદેસર જથ્થો છુપાવ્યો છે. જેના આધારે મોડી રાતે દરોડો પાડતા ખેતીવાડી માટે વાપરવામાં આવતો સબસીડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. કંપનીમાં હાજર વ્યક્તિની પૂછપરછ કરતા તેનું નામ જયેશ સોલંકી (રહે. બહેરામપુરા) અને પોતે કંપનીમાં મેનેજર હોવાનું જણાવ્યું હતું. યુરિયા ખાતરનો જથ્થો રાખવા બાબતે કોઇ પુરાવો નહીં હોવાનું જણાવ્યું હતું. આ યુરિયા ખાતરનો જથ્થો

તેમની કંપનીના માલિક પુષ્પરાજ રાજસ્વીના કહેવાથી વપરાશ માટે સંગ્રહ કરી તેને મૂકી રાખ્યો હતો. દાણીલીમડા પોલીસે ઇફકો ખાતરની કુલ ૨૭૬ થેલી યુરિયા ખાતર કિંમત રૂ. ૭૩૫૫૪નું કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા પ્રભુદાસ એસ્ટેટમાં આવેલી રાજસ્વી કેમિકલ કંપનીમાંથી ખેતીવાડી માટે વાપરવામાં આવતો સબસીડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો દાણીલીમડા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે કંપની મેનેજરની ધરપકડ કરી છે. કંપનીના માલિક પુષ્પરાજ રાજસ્વીએ વપરાશ માટે આ ઇફકો યુરિયા ખાતર સંગ્રહ કરી રાખ્યું હતું. દાણીલીમડા પોલીસે ૨૭૬ થેલીઓ જપ્ત કરી માલિકને પકડવા તજવીજ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/