fbpx
ગુજરાત

આણંદ જિલ્લાને લેધર ફ્રી બનાવવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

દેશ જીવદયાના ક્ષેત્રમાં ઘણું આગળ છે, તેમ છતાં વિશ્વમાં ચામડાના પ્રોડક્શનમાં ભારત બીજા નંબર પર આવે છે. આથી આણંદ જિલ્લામાં જીવદયાને અનુલક્ષીને જાગૃતિ કાર્યક્રમનું આયોજન ટાઉન હોલ પાસે આરઆરએસએ ઇન્ડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના સ્વયંસેવકોએ ગાયનો પરિધાન અને શીંગડા ધારણ કરીને તદ્દન આકર્ષક રીતે લોકોને ચામડાની જ્ગ્યા એ લોકો ચામડાંના વિકલ્પની પસંદગી કરીને મૂંગા જીવો પ્રત્યે દયાભાવના દાખવવાની અપીલ કરી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત ઘણી મોટી સંખ્યામાં લોકોએ સંકલ્પ લીધો હતો કે તેઓ શોખ માટે કરી રહેલ ચામડાનો વપરાશને ટાળશે અને મૂંગા પ્રાણીઓનો જીવ બચાવશે. આ ઉપરાંત પશુના જીવને બચાવવા માટે લેધરની જગ્યા પર કોટન, રબ્બર, માક્રોફાઈબર, પોલીયુથેરીન અને આર્ટીફિશિયલ સિન્થેટીક લેધરનો ઉપયોગ કરવો જાેઈએ તેવા વિકલ્પોની પણ વાત કરાઈ હતી. આરઆરએસએ ઇન્ડીયાના કાર્યકર્તા ભાવેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, જાેળ ગામમાં આવેલી તેમની સંસ્થાની હોસ્પિટલમાં પશુ સારવાર મફતમાં કરવામાં આવે છે. કોઈપણ પશુની સારવાર માટે ફક્ત એક કોલમાં એમ્બુલન્સ ઘટના સ્થળે પહોંચીને પશુને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે અને સારવાર બાદ પશુને જે-તે સ્થળે પણ મૂકી આવવામાં આવે છે

.આણંદ શહેરમાં ચામડાંની જગ્યાએ તેના વિકલ્પોનો ઉપયોગ કરાય તે હેતુથી ટાઉન હોલ પાસે આરઆરએસએ ઇન્ડીયા દ્વારા જિલ્લાને લેધર ફ્રી બનાવવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં લોકોને લેધરની માંગ વધતા પ્રાણીઓને મારવામાં આવે છે, એ બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત લેધરની જગ્યાએ બીજા વિકલ્પોનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. આણંદની આરઆરએસએ સંસ્થાના ભાવેશ સોલંકીએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ચામડાના ફક્ત બુટ-ચપ્પલ બનાવવામાં આવતા હતા. જેના માટે ચામડું મરેલા પ્રાણીઓમાંથી લેવામાં આવતું હતું. પરંતુ હાલમાં ચામડામાંથી પર્સ, પટ્ટા, જેકેટ, સીટ કવર, હેન્ડગ્લોવ્સ, ઘડિયાળના પટ્ટા જેવી અસંખ્ય વસ્તુઓ બનાવવામાં આવે છે. જેના કારણે વધતી જતી ડિમાન્ડથી મરેલા પ્રાણીઓમાંથી નહીં પરંતુ ચામડું લેવા પ્રાણીઓને મારવામાં આવી રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/