fbpx
ગુજરાત

સુરતમાં ફિયાન્સી હોટલમાં જમવા ન આવતા યુવકે આત્મહત્યા કરી

સુરતના નાનપુરા સુથાર મહોલ્લામાં એક યુવકે બનેવીના જન્મ દિવસે જ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આપઘાત કરી લેનાર યુવકે બનેવીના જન્મદિવસે હોટલમાં જમવાનું આયોજન થયું હોવાથી પોતાની ફિયાન્સીને પણ નિમંત્રિત કરી હતી. જાે કે તેણી ન આવતાં શાહનવાઝ પણ જમવા ગયો નહોતો. બાદમાં ઘરે એકલતાનો લાભ લઈ શાહનવાઝે આપઘાત કર્યો હતો. શાહનવાઝની ૮ મહિના પહેલા જ સગાઈ થઈ હતી. એકના એક ભાઈને પતિના જન્મ દિવસે જ પંખા સાથે લટકતો જાેઈ બહેન આઘાતમાં સરી પડી હતી. પરિવારે જણાવ્યું હતું કે, શાહનવાઝ વકીલને ત્યાં ટાઈપીસ્ટ તરિકે કામ કરતો હતો. ૨૦ વર્ષની ઉંમરે જ શાહનવાઝ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો. એકની એક બહેન અને ભાણી સાથે ખૂબ જ લગાવ હતો. ગુરુવારના રોજ બનેવીનો જન્મ દિવસ હતો. એટલે આખા પરિવારે સાંજનું ભોજન હોટેલમાં કરવાનું આયોજન કર્યું હતું. જાેકે શાહનવાઝે ફિયાન્સીને બોલાવવાની બહેન સામે ઈચ્છા વ્યક્ત કરી હતી. સાંજે બહેને થનારી ભાભીને ફોન કરી પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. જાેકે પરિવારે કોઈ કારણસર ન આવી શકે એમ કહ્યું હોવાની જાણ શાહનવાઝને થતા એ હતાશ થઈ ગયો હતો. છતાં એણે ફિયાન્સીને પાર્સલ પહોંચાડી દેવાની વાત બહેનને કરી હતી. ત્યારબાદ ફિયાન્સીએ હું નહિ આવી શકું તમે જઇ આવો એમ કહી ફોન કાપી નાખ્યો હતો. જાેકે રાત્રે હોટેલમાં ભોજન કરી ઘરે આવતા શાહનવાઝએ ઘરનો દરવાજાે ખોલ્યો ન હતો. એક બાળકને જાળીમાંથી અંદર ઉતારી દરવાજાે ખોલાવતા બહેન-બનેવી અને ભાણીને શાહનવાઝ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. અઠવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/