fbpx
ગુજરાત

ત્રીજી લહેર વચ્ચે વડોદરામાં કોરોના સંક્રમિત સગર્ભાએ બાળકને જન્મ આપ્યો

વડોદરા શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત નજીકના પંચમહાલ, દાહોદ, ભરૂચ, મહીસાગર અને આણંદ જિલ્લાઓમાંથી ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૦ કોરોના સંક્રમિત સગર્ભાઓને અમે સારવાર આપી છે તેવી જાણકારી આપતાં સયાજી હોસ્પિટલના ડો.ગોખલે એ જણાવ્યું છે કે આ પૈકી ૧૩ની સિઝેરિયનથી અને ૧૨ની કુદરતી પ્રસૂતિ સલામતી સાથે કરાવવામાં આવી છે. આનંદની વાત એ છે કે, તમામ પ્રસૂતા સ્વસ્થ છે અને નવજાત શિશુઓ કોરોના નેગેટિવ જણાયા છે અને સ્વસ્થ છે.

આ શિશુઓની સંભાળ લેવામાં બાળ સારવાર વિભાગનો જરૂરી સહયોગ મળી રહ્યો છે. જ્યારે બાકીની ૧૫ સગર્ભાઓને પ્રસૂતિનો સમય નજીક ન હોવાથી કોરોના સંક્રમણને લગતી જરૂરી પૂર્વ પ્રસૂતિ સારવાર આપવાની સાથે હોમ ક્વોરન્ટીન હેઠળ જરૂરી કાળજીનું માર્ગદર્શન અને દવાઓ આપવામાં આવ્યા છે. ગોત્રી હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગના વડા ડો.આશિષ શાહે જણાવ્યું હતું કે, પહેલી બે લહેરોના અનુભવને આધારે અમે કોરોના સંક્રમિત સગર્ભાઓ ની સારવારની જરૂરી વ્યવસ્થાઓ સાવ અલાયદી તૈયાર રાખી હતી જે ઉપયોગી નીવડી છે. અત્યાર સુધીમાં અમારે ત્યાં શહેર ઉપરાંત હાલોલ, ભરૂચ, આંકલાવ, મોટા ફોફલીયા, પાદરા અને કલાલીથી ૧૬ કોરોના સંક્રમિત સગર્ભાઓ સારવાર માટે લાવવામાં આવી જે પૈકી એકની નોર્મલ અને એકની શસ્ત્રક્રિયાથી પ્રસૂતિ કરાવવામાં આવી.

જ્યારે બાકીની ૧૪ સગર્ભાઓને જરૂરી પ્રસૂતિ પૂર્વેની સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યા છે. હાલમાં આ બંને હોસ્પિટલોમાં ઉપરોક્ત વોર્ડથી સલામત અંતરે જુદા વિભાગમાં નોર્મલ સગર્ભાઓની સારવાર પૂર્વવત કરવામાં આવી રહી છે અને ઓપીડીમાં તેમની તપાસની સાથે કોરોનાના ચેપથી બચવા માટે માસ્ક પહેરવો, સામાજિક અંતર પાળવું જેવી તમામ તકેદારીઓનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમિત સગર્ભાઓની સારવાર અને પ્રસૂતિની ખાનગી કે અન્ય હોસ્પિટલોમાં સુવિધાઓ ખૂબ જૂજ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને પ્રમાણમાં ઘણી ખર્ચાળ છે ત્યારે સરકારી હોસ્પિટલોની આ સુસજ્જતા અને સુવિધાથી ખૂબ રાહત થઈ છે અને લગભગ વિનામૂલ્યે મળતી સારવાર રાજ્ય સરકારના આ બાબતમાં સંવેદનાભરેલા અભિગમની પ્રતીતિ કરાવે છે.કોરોનાનું નામ સાંભળીને તંદુરસ્ત વ્યક્તિ પણ ગભરાઈ જાય છે. એવા વાતાવરણમાં જાે કોઈ સગર્ભા કોરોના સંક્રમિત જણાય તો બે જીવોની સુરક્ષાની ચિંતાની સાથે સંક્રમિત સગર્ભાની સારવાર ક્યાં કરાવવી એની ચિંતા અને મુંઝવણ ઉમેરાય છે. તેવા સમયે સયાજી હોસ્પિટલ અને જીએમઇઆરએસ,ગોત્રી હોસ્પિટલનો પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગ જરૂરિયાતવાળા પરિવારોને મદદરૂપ બની રહ્યો છે. સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ત્રીજી લહેરમાં ૫૬ સગર્ભાઓને સારવાર આપવામાં આવી છે. જે પૈકી ૨૬ સગર્ભાઓની સફળ પ્રસૂતિ કરવામાં આવી છે. જાેકે, ગોત્રી હોસ્પિટલમાં ૪ દિવસ પહેલા બાળકને જન્મ આપ્યા બાદ હાલોલની એક મહિલાનું મૃત્યું થયું હતું. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં પડેલી જરૂર અને તે પ્રમાણે કોવિડ ગાઈડલાઈન પાળીને સંક્રમિત સગર્ભાઓ કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને તેના સારા પરિણામોને અનુલક્ષીને મેડિકલ કોલેજ, બરોડાના ડીન ડો.તનુજા જાવડેકર અને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન કૃષ્ણ ઐયરના માર્ગદર્શન અને પીઠબળ હેઠળ પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગના હેડ અને પ્રા. ડો.આશિષ ગોખલે અને તેમની ટીમે ત્રીજી લહેરની શક્યતાઓ જણાતા જ સંક્રમિત સગર્ભાની જરૂર પડ્યે પ્રસૂતિ પહેલાની સારવાર અને સલામત પ્રસૂતિ માટે ડેડીકેટેડ વોર્ડ સહિત સાવ જુદી વ્યવસ્થાઓ કરી જેનું આજે સારું પરિણામ મળી રહ્યું છે. ગોત્રી હોસ્પિટલમાં પણ પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગના વડા ડો.આશિષ શાહના નેતૃત્વ હેઠળ ડીન અને સુપ્રિટેન્ડેન્ટના પીઠબળથી સગર્ભાઓને લગતા કોરોના પ્રોટોકોલ મુજબ ઉપર જણાવ્યા પ્રમાણેની વ્યવસ્થાઓ આગોતરી કરી રાખવામાં આવી હતી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પણ જરૂરી સાધનો અને દવાઓ પૂરાં પાડવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/