fbpx
ગુજરાત

ચેનપુરમાંથી માત્ર ૩ ગાયો પકડી, બાકીની પકડ્યા વિના રવાના

ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા ચેનપુર બસ સ્ટેન્ડ પાસે કોર્પોરેશનના સીએનસીડી વિભાગની ટીમ ઢોર પકડવા પહોંચી હતી. ઘાસચારો વેચાતો હોવાથી ૧૦થી વધુ ગાયો ત્યાં હાજર હતી. છતાં સીએનસીડી વિભાગ કર્મચારીઓએ માત્ર ત્રણથી ચાર ગાયો જ પકડી હતી. બાકીની પકડવાની જગ્યાએ તેઓ ત્યાંથી જતાં રહ્યાં હતાં. ઘણી વખત ઢોર પકડવા જઈએ તો બાઇકવાળા આગળ જ જતાં હોય છે અને ગાયો ભગાડે છે જેથી ઢોર પકડી શકાતા નથી પરંતુ આ કિસ્સામાં અમે ફરીથી ટીમ ત્યાં મોકલીશું અને કાર્યવાહી કરીશું.

ચેનપુર રોડ પર બાકીની ગાયો ઉભી રહી હતી છતાં તેને ડબ્બામાં પૂર્યા વગર જતાં રહેતા અનેક સવાલો ઉભા થાય છે. ત્રણ દિવસ પહેલા જ રાણીપ વિસ્તારમાં એસીબીએ ટ્રેપ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના કર્મચારીને રૂ. ૨૩૦૦ની લાંચ લેતા પકડ્યો હતો છતાં આ વિસ્તારમાં ગાયો નહી પકડવા માટે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ચેનપુર બસ સ્ટેન્ડ પાસે દરરોજ ગાયને ઘાસચારો નાખવા માટે ઉભા હોય છે અને ત્યાં ૧૦થી વધુ ગાયો આવે છે. ઢોર પકડવાની કામગીરી કરતા કોર્પોરેશનના સીએનસીડી વિભાગના કર્મચારીઓ ત્યાં ઢોર પકડવા પોહચ્યા હતા.

કામગીરી બતાવવા માટે માત્ર બેથી ત્રણ ગાયોને ઢોર ડબ્બામાં પુરી ત્યાંથી નીકળી ગયા હતા. વધારે ગાયો હોવા છતાં તેઓ પકડ્યા વિના ત્યાંથી રવાના થઈ ગયા હતા. સીએનસીડી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી મોટાપાયે પશુમાલીકો પાસેથી હપ્તા ઉઘરાવતા હોય છે. જેના માટે તેઓ અલગ અલગ માણસો પણ રાખે છે. દરેક વિસ્તારમાં ઢોર પકડવાની પાર્ટીના કર્મચારી-અધિકારીનો ખાસ માણસ પશુમાલિક સાથે દર મહિને મોટી રકમ હપ્તા પેટે ઉઘરાવે છે.

સીએનસીડી વિભાગની ટીમમાં ફરજ બજાવતાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને એસઆરપીના પોલીસકર્મીઓ તમામ લોકોના સેટીંગ ગોઠવેલા હોય છે. કોર્પોરેશનના અધિકારીઓ પાસે રખડતા ઢોર મુદ્દે કડક કાર્યવાહી કરાવવામાં ભાજપના સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા છે. હાઇકોર્ટની ફટકાર બાદ પણ અધિકારીઓ-કર્મચારીઓ કામગીરી કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર કરી અને પોતાના ઘર ભરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/