fbpx
ગુજરાત

દોઢ વર્ષના બાળક સામે વીજચોરીનો ગુનો નોંધાયો

બુડા ગામે રહેતા ઠાકોર સુરેશજી રમેશજીના રહેણાક ઘરમાં યુ.જી.વી.સી.એલની ટીમ દ્વારા ૪ જાન્યુઆરીના રોજ વીજચોરી પકડતા તેમના દોઢ વર્ષના પુત્ર ઠાકોર આર્યનજી સુરેશજી સામે ઇલેક્ટ્રિક સીટી એક્ટ ૧૩૫ (૧નો ગુનો નોંધી વીજચોરી રકમ રૂ. ૧૦૦૦ તથા કંપાઉન્ડીંગ ચાર્જ રૂ. ૧૮૯૭ મળી કુલ ૨૮૯૭ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ભરપાઈ નહિ કરાય તો કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ ઇશ્યુ કરાઈ હતી. જે મામલે બાળકના પિતા સુરેશજી હારીજ ખાતે યુ.જી.વી.સી.એલ ઓફીસ ખાતે આવીને સોગંદનામું કરી દંડ પણ ભરપાઈ કરી ગયા છે.

પરંતુ દોઢ વર્ષના બાળકના નામે વીજ કનેક્શન પણ ના હોય તેના નામે દંડકીય કાર્યવાહી થતાં હારીજ સહિત જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો. હારિજ યુ.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી ઈજનેર આઈ.એમ.નિનામાએ જણાવ્યું હતું કે ૪ જાન્યુઆરી ના રોજ વીજકંપની મહેસાણા ડિવિઝનની ગેંગ હારિજ તાલુકામાં વીજચોરી ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં સતલાસણા યુજીવીસીએલની ટીમે તાલુકાના બુડા ગામે સુરેશજી રમેશજી ના ત્યાં વીજચોરી પકડી હતી. ઘરે મહિલા એકલા હોઈ મહિલાએ નામ આર્યનજી સુરેશજી ઠાકોરનું નામ લખાવી મહિલાએ પોતાના અંગૂઠાનું નિશાન કર્યું હતું.ત્યાર બાદ ૨૦ જાન્યુઆરીએ સુરેશજી ઠાકોર પોતે પોતાની વીજચોરીની કબૂલાત કરી શરત ચૂક થઈ આર્યન બાળકનું નામ લખાઈ ગયું હોવાની કબૂલાત નામું સોગંધનામું કરી ગયા હતા અને વિજચોરીની રકમ ભરી ગયા હતા.

હારિજ તાલુકાના બૂડા ગામે વીજ કંપની દ્વારા વીજચોરી પકડવા માટે કરવામાં આવેલા દરોડા દરમિયાન વીજ ચોરી કરતા પકડાયેલ ઘર માલિકના દોઢ વર્ષના પુત્રના નામે યુ.જી.વી.સી.એલ ટીમ દ્વારા ગુનો નોંધી દંડ ફટકારવામાં આવ્યો હતો. સમગ્ર જિલ્લામાં દોઢ વર્ષના બાળકને દંડકીય કાર્યવાહી કરવા મામલે ચર્ચાનો વિષય બન્યો હતો. ડેપ્યુટી ઇજનેર દ્વારા આ મામલે યુ.જી.વી.સી.એલ ટીમની કોઈ ભૂલ ના હોય ઘર ઘરમાં હાજર મહિલાએ જે નામ લખાવ્યું હતું તેના ઉપર ગુનો નોંધી કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/