સુરતના ચૌટાપુલ પાસે લાકડાની વખારમાં ભીષણ આગ લાગી
ગુજરાતમાં રોજ ક્યાંકને ક્યાંક આગની ઘટના સામે આવે છે ત્યારે સુરતમાં ચૌટાપુલ પાસે અલાયાની વાડીમાં એક લાકડાની વખારમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. શુક્રવારની મોડી રાત્રે બનેલા બનાવ બાદ એક જાગૃત મહિલાએ ફાયરને જાણ કરતા ૫ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ચારેય દિશામાંથી પાણીનો મારો ચલાવો આગને ૩૦ મિનિટમાં જ કંટ્રોલ કરવામાં સફળ થયા હતા.
જાેકે લાકડાની વખારની આગે પ્લાયવુડની એક એજન્સીને પણ ઝપેટમાં લેતા લાખો રૂપિયાનું લાકડું અને આખો પતરાનો સેડ પણ બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગે ને કોલ લગભગ ૧૦ઃ૧૫નો હતો. લાકડાની વખારમાં આગની માહિતી મળતા તાત્કાલિક ૫ ફાયર સ્ટેશનને ઘટના સ્થળે મોકલી અપાયા હતા. સમય સૂચકતાને લઈ ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં આવી ગઈ હતી. જાેકે કુલિંગમાં અઢી કલાકનો સમય લાગી ગયો હતો. મુગલીસરા, નવસારી બજાર, ઘાંચી શેરી, માન દરવાજા અને કતારગામ ફાયર સ્ટેશનના જવાનોની પ્રશંસનીય કામગીરીને લઈ આગને કાબૂમાં લેવામાં સફળ થયા હતા. મહેશ પટેલ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે ઘટના સ્થળે ધુમાડાની સાથે આગ સામે લડવાનું હતું. લાકડાની વખારને કારણે આગ ઉગ્ર બની રહી હતી. લાકડાનો જથ્થો અને આખો એટલે કે ૭૦×૫૦ નો પતરાનો સેડ બળીને ખાખ થઈ ગયો હતો. આગ એટલી હદે ઉગ્ર બની હતી કે વખાર પાછળ આવેલી પ્લાયવુડની એક એજન્સીને પણ ઝપેટમાં લઈ લીધી હતી.
જાેકે સમયસર આગ પર કાબૂ મેળવી લીધા બાદ શોર્ટ સર્કિટને લઈ આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું. હંસાબેન પટેલ (નજરે જાેનાર) એ જણાવ્યું હતું કે સ્વીચ બોર્ડમાં અચાનક ધડાકો થયા બાદ તણખલા ઉડતા જાેઈ ડરી ગઈ હતી. બસ પછી તાત્કાલિક ફાયરમાં ફોન કરી જાણ કરી એટલામાં તો આગ લાગી ગઈ હતી. જાેકે ફાયરની પ્રથમ ગાડી ૫ મિનિટમાં જ આવી જતા આગ સામે લડવાનું શરૂ કરી દેવાયું હતું. આગ કાબૂમાં આવતા રાહતનો શ્વાસ લીધો હતો. ફાયરની કામગીરી નજરે જાેયા બાદ લાગ્યું કે આગ સામે લડવું કેટલું મુશ્કેલ છે.
Recent Comments