fbpx
ગુજરાત

સુરતથી દર મહિને કરોડો રૂપિયાની જ્વેલરીની વિદેશમાં નિકાસ

સુરતમાં ૨૫૦૦થી વધારે રિટેઈલ જ્વેલર્સો છે. જ્યારે ૩૫૦થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરર્સ છે. સોનાના ભાવ વધારાને કારણે રિટેઈલ જ્વેલર્સોમાં ગ્રાહકીમાં ૪૦ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે. મેન્યુફેક્ચરર્સ દ્વારા એડવાન્સમાં ઓર્ડર લઈ સોનાની જથ્થાબંધ જ્વેલરી તૈયાર કરાતી હોય છે. જેની પાસે સોનાનો સ્ટોક નથી તેઓ ભાવ ઘટે તેની રાહ જેની અસર ઓર્ડર પર પડશે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ જયંતિ સાવલિયાએ જણાવ્યું કે, હાલ યુક્રેન અને રશિયામાં યુદ્ધની સ્થિતિ છે. જેને લઈને સોનાના ભાવમાં વધારો થયો છે. સોનાના ભાવમાં વધારો થવાને કારણે સુરતના મેન્યુફેક્ચરર્સને અસર થશે. કારણ કે, તેમણે ઓર્ડરો પહેલાથી લીધા હોય છે. અને ત્યાર બાદ સોનાના ભાવમાં વધારો થયો છે. એટલે ઓર્ડરો ડિલે થઈ શકે છે. સુરતમાં ૩૫૦થી વધુ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ છે.યુક્રેન અને રશિયા વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિના કારણે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે.જેની અસર સુરતનાં જ્વેલરી મેન્યુફેક્ચરર્સને થશે અને ઓર્ડરો લેટ થશે.છેલ્લાં ૩ દિવસમાં સોનાનો ભાવ ૫૦ હજારથી વધીને ૫૨ હજાર થયો છે. જે છેલ્લા ૩ માસમાં સોનાનો હાઈએસ્ટ ભાવ છે.

Follow Me:

Related Posts