fbpx
ગુજરાત

કચરો દૂર કરી દિવાલ બનાવી દેવાશે: ડેપ્યુટી મેયર

અમદાવાદમાં નારણપુરા એઇસી ચાર રસ્તા પાસે સ્થાનિકોએ બીઆરટીએસ બસોને રોકીને ચક્કાજામ કર્યો છે. એઇસી ચાર રસ્તા પાસે તોડેલી ઇમારતોનો કચરો નાખી ડમ્પ સાઇટ બનાવતાં સ્થાનિકોએ રસ્તા પર ઊતરીને વિરોધ શરૂ કર્યો છે.ઘટનાને પગલે પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા છે અને સ્થાનિકોને સમજાવટનો પ્રયાસ શરૂ કર્યો છે. છેલ્લી ૩૦ મિનિટથી સ્થાનિક લોકોએ રસ્તો રોકી રાખ્યો છે. ભાજપના એકપણ કોર્પોરેટર હજી સુધી સ્થાનિકોને સમજાવવા કે સમસ્યા ઉકેલવા આવ્યા નથી. લોકોએ એએમસી હાય હાયના નારા લગાવવાના શરૂ કર્યા છે. અહીં છેલ્લા કેટલાય સમયથી કચરો નાખવામાં આવે છે, જેને કારણે ખૂબ જ પ્રદૂષણ થાય છે. આ બાબતે સ્થાનિક કોર્પોરેટરોને જાણ હોવા છતાં પણ તેઓ કંઈ કરતા નથી. ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલના નારણપુરા વોર્ડમાં આવેલી આ ડંપિંગ સાઈટને દૂર કરવા માટે સ્થાનિક લોકો વિરોધ કરવા રોડ પર ઊતર્યા છે. હીરાબેન પરીખે જણાવ્યું હતું કે અમારા ઘરમાં આખો દિવસ ધૂળ આવે છે. દારૂની બોટલો પણ મળી આવી છે. અહીં આવતા ટેમ્પોના અવાજથી અમે ત્રાહિમામ પોકારી ઊઠ્‌યા છીએ.

કન્સ્ટ્રક્શન મટીરિયલ ડમ્પ કરવાના મામલે લોકોમાં રોષ ફેલાયો છે. (ભંગાર) નાખવાને કારણે વાયુ-પ્રદૂષણ થતું હોવાની લોકોની રજૂઆત છે. કન્સ્ટ્રક્શન મટીરિયલ ડમ્પ કરવાના મામલે લોકોમાં રોષ ફેલાયો છે. ભંગાર નાખવાને કારણે વાયુ- પ્રદૂષણ થતું હોવાની લોકોની રજૂઆત છે. પોલીસની સમજાવટ અને ગાંધીનગરથી આ સમસ્યાના ઉકેલની ખાતરી આપી દેવાતાં સ્થાનિકોએ રોડ ખુલ્લો કરી દીધો. સ્થાનિક લોકો રોડ પર ઊતરી વિરોધ કરતાં વિજય થયો હતો. ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય તેમજ કોર્પોરેટર જયેશ પટેલ વિરોધ પૂરો થતાં ડંપિંગ સાઇટ પણ પહોંચ્યા હતા.

અનેક વખત આ મામલે રજૂઆત કરી હતી. પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર આ જગ્યા પર સંકટ દૂર કરવાની કામગીરી અટવાઇ પડી હતી. આજે સ્થાનિક લોકોએ આ મામલે વિરોધ કર્યો હતો. ગત અઠવાડિયે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ આ મુદ્દા પર ચર્ચા થઇ હતી અને ડમ્પસાઇટને દુર કરવા અંગેની વાત અમે કરી હતી. પરંતુ આજે સ્થાનિક લોકોએ ૧૦ દિવસ પહેલા જ વિરોધ કરતા હવે ઝડપથી આ જગ્યા પરથી દૂર કરવામાં આવશે. જ આ જગ્યા પર દરવાજાે લગાવી દેવામાં આવશે અને અહીંયાથી જે પણ કચરો છે દૂર કરી આગામી દિવસોમાં દિવાલ બનાવી દેવામાં આવશે. આ જગ્યા પર હોલ બનાવવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/