fbpx
ગુજરાત

નીતિન પટેલ ફરી એક્શનમાં જોવા મળ્યા,મંત્રી પદ છોડ્યા પછી ફરી એક વાર ગૃહમાં કોંગ્રેસ સામે કર્યા પ્રહાર

ગઇકાલે બજેટ સ મયે ભાજપના પ્રમુખ સીઆર પાટીલે સતત હાજર રહીને આ અંગે કેટલીક નોંધ પણ કરી હતી અને આજે સુધારો જોવા પણ મળ્યો હતો. ખાસ કરીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ આજે ગૃહમાં ખુબ જ સક્રિય જોવા મળ્યા હતા અને મંત્રીઓ પણ તેમના અનુગામીઓની પ્રશંસા કરતાં નજરે ચડયા હતા. આજે લેન્ડગ્રેબીંગ અને પુંજાભાઈ વંશ બન્નેના પ્રકરણમાં નિતીનભાઈએ વારંવાર ઉભા થઇને કોંગ્રેસની ચાલને ઉંધી વાળવામાં સાથ આપ્યો હતો. ખાસ કરીને નીતિનભાઈ ખુબ જ અનુભવી હોવાથી અને ભુતકાળમાં કોંગ્રેસને સારી રીતે હેન્ડલ કરી રહ્યા હોવાથી તેમની સામે કોંગ્રેસના પીઢ નેતાઓ ટૂંકા પડતા નજરે ચડતા હતા. આજે પણ લેન્ડગ્રેબીંગ સહિતના કાયદા સમયે તેઓએ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની મદદે પહોંચ્યા હતા. તો બીજી તરફ ત્રિવેદીએ પણ લેન્ડગ્રેબીંગ એક્ટ માટે પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો આભાર માન્યો હતો જો કે આ કાયદો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના શાસનમાં લાવવામાં આવ્યો હતો પરંતુ પ્રદીપસિંહનો આભાર માનીને રાજેન્દ્ર ત્રિવેદીએ બીજો સંકેત પણ આપી દીધો છે. માનવામાં આવે છે કે પાટીલની સૂચનાઓ અને સલાહો ગૃહમાં કામ કરવા લાગી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/