fbpx
ગુજરાત

પાટણ નગરપાલિકાના વાંધામાં પડેલા ૧૫ ઠરાવો માટે સુનાવણી યોજાઈ

૯આ ૧૫ જેટલા કામોને ગુજરાત મ્યુનિસિપલ કમિશ્નર કચેરીનાં પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ અપીલમાં લઇ જવામાં આવ્યા હતા. આ સુનાવણી માટે ગુજરાત મ્યુનિસિપલ કમિશ્નર ડી. કે.પારેખ સમક્ષ સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણી માટે પાટણ નગરપાલિકાનાં પ્રમુખ સ્મિતાબેન પટેલ, ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, ચીફ ઓફિસર પંકજ બારોટ તેમજ અકલાબેન મોદી ઉપસ્થિત રહ્યા હતા. ૧૫ જેટલા કાર્યોમાં વાંધા લઈને તેને લઈ આર.સી.એમમાં અપિલ કરવામાં આવી હતી. જેની સુનાવણી અત્રેની કચેરીમાં રખાઈ હતી. તેમાં સામાવાળા અપીલ કરતા પણ રાખ્યા હતા, પણ હાજર રહ્યા નહોતા.

નગરપાલિકા તરફથી પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા જવાબો રજૂ કરાયા હતા. તેમાં જે કાર્યો કલમ ૫૮ હેઠળ લેવામાં આવ્યા હતા, તેમાં સામેવાળા પક્ષ તરફથી કોઈ આધાર-પૂરાવા રજૂ કરાયા નહોતા, કામો તેમજ સામાન્ય સભામાં કોઈ નીતિ નિયમોનો ભંગ થયો નથી. માત્ર વાંધો રજૂ કરવા પૂરતા જ સામેવાળાઓએ વાંધા લીધા છે. કમિશ્નરે અમારા જવાબને માન્ય રાખ્યા હતા. અને આગળની ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ ૧૫ ઠરાવોને કમિશ્નરે મંજુર કરી દીધા હોવાનો દાવો ઉપપ્રમુખે કર્યો હતો. આ ઉપરાંત પ્રાદેશિક કચેરીમાં અન્ય મહત્વના કામો અંતર્ગત પાટણ પાલિકામાં અગાઉના પેન્ડિંગ પડેલા સ્ટ્રીટલાઇટનાં કામો અને સ્વચ્છતા વિભાગની ગાડી, સફાઈના સાધનો, વોટરવર્કસની પાઈપ લાઈનોના કામ, ઘન કચરાના ડમ્પિંગ સાઈટ પરના સાધાનો ખરીદવાનાં કામ જે આ કચેરીમાં વિચારાધિન અને પડતર હતા. તેની પૂર્તતા કરી હતી. અને તેની ટુંકમાં મંજૂરી મળી જવાની શક્યતા છે.

આ ઉપરાંત પ્રમુખ અને ઉપપ્રમુખ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન આ ઉપરાંત પાટણ નગરપાલિકામાં (જયુડીએમ)નાં કમિશ્નર બેનીવાલને પણ મળ્યા હતા. તેઓએ પાટણ નગરપાલિકામાં કાયમી સેનેટરી ભરતી માટે, નગરપાલિકામાં કાયમી ઈજનેરની અને વોટરવર્કસના એન્જીનીયર તથા હિસાબી શાખા શાખામાં કાયમી હિસાબનીશની ભરતી કરવાની રજૂઆત કરી હતી, જે અંગે કમિશ્નરે પ્રમુખ અને ઉપપ્રમુખને સરકારમાં રજૂઆત કરવા જણાવીને અધિકારી સ્તરેથી પણ અમે પ્રયાસો કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. એનવાયરમેન્ટ એન્જિનિયરની ભરતી કરવા માટે નગરપાલિકાએ પ્રાદેશિક કમિશ્નર કચેરી પાસેથી અભિપ્રાય માંગ્યો હતો. જે અંગે આ ભરતી નગરપાલિકાના સ્તરે કરાર આધારિત ભરતી કરવાની છૂટ આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/