fbpx
ગુજરાત

કમલમમાં ભારે ઉજવણી,ચારેય રાજ્યોમાં ભાગલાવાદી પરિબળો ઘર ભેગા થઈ ગયા સીઆર પાટીલનો ઉત્સાહ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજે 10 માર્ચ 2022 ના રોજ પાંચ રાજયો ઉત્તરપ્રદેશ, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ તેમજ મણિપુરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં ચાર રાજ્યોમાં દેશના માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ તથા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીના માર્ગદર્શન હેઠળ ફરી જનતા જનાર્દનનો વિશ્વાસ મેળવી ભવ્યાતી ભવ્ય જીત મેળવી છે. ચારેય રાજયોમાં જીત મેળવ્યા બાજ ભાજપ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને રાજયના માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબ તથા પ્રદેશના હોદ્દારશ્રીઓ અને કાર્યકર્તાઓએ  વિજ્યોત્સવ ઉજવ્યો.

       શ્રી સી.આર.પાટીલ સાહેબે જણાવ્યું કે, પાંચ રાજયોના વિઘાનસભાના પરિણામ આજે આવ્યા છે. જેમાં ચાર રાજયોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરી વધુ તાકાતથી લહેરાયો છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જે રીતે ગુજરાત સહીત ભારતમાં સામાન્ય લોકો માટે લાભદાયી યોજનાઓ બનાવી છે અને યુપીમાં મોદી-યોગીની જોડીએ કેન્દ્ર સરકાર અને યુપી સરકારે સામાન્ય માણસ માટે જે યોજનાઓ પ્રજા સમક્ષ મુકવાનો સફળ પ્રયત્ન કર્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતને કારણે ફરી દેશના માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર દેશની જનતાએ વિશ્વાસ મુક્યો છે અને ભવ્ય જીત અપાવી છે. ચારેય રાજયોમાં ભવ્યાતી ભવ્ય જીત હાંસલ કરી કમળ ને વધુ મજબૂત કર્યુ તે બદલ શ્રી સી.આર.પાટીલ સાહેબે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને અભિનંદન પાઠવ્યા અને ઉત્તર પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથજીને પણ અભિનંદન પાઠવ્યા. યુપીમાં જે રીતે વિકાસના કામો કર્યા છે તે જોઇ ઉત્તર પ્રદેશમાં ફરી જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુકી ઇતિહાસ રચ્યો છે. ચારેય રાજયોમાં  ભાગલાવાદી પરિબળો ઘર ભેગા થઇ ગયા છે.

       શ્રી સી.આર.પાટીલ સાહેબે ચારેય રાજયોના મતદારો અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવ્યા સાથે ગુજરાતના જે કાર્યકર્તાઓ ચૂટણી પ્રચાર અર્થે ગયા હતા આ ભવ્ય જીતમાં તેઓ પણ સહભાગી થયા છે તેમને પણ અભિનંદન પાઠવ્યા.

       શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, પાંચ રાજયોની ચૂંટણીના પરિણામ આવ્યા છે ભાજપે ચારેય રાજયોમાં ભવ્ય જીત મેળવી છે. ભારતીય જનતા પાર્ટીએ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે લોક સેવાના કાર્યો કર્યા છે અને જનતાનો વિશ્વાસ ફરી મેળવ્યો છે તે બદલ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને અભિનંદન પાઠવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/