fbpx
ગુજરાત

સુરતના સ્વામિનારાયણ ગુરુકુળમાં વ્યસન મુક્તિની હોળી

સુરતમાં યુવાનોમાં વધી રહેલા નશાનું ચલણ એક ચિંતાનો વિષય બની ગયો છે. નશીલા પદાર્થથી માનવી કેવી રીતે પીડાય છે. તે પણ પૂતળા (ચિત્રો) વડે દર્શવામાં આવ્યું છે. સરકાર દર વર્ષે જાગૃતિ અભિયાનો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે. છતાં યુવાધન આ કિચડમાં પ્રતિ દિવસ વધુને વધુ ફસાતો હોય એ આંકડા કહી રહ્યા છે. ગુરુકુળ સ્કૂલમાં હજારો વિધાર્થી અભ્યાસ કરે છે.

દરેકનો સંકલ્પ એક જ છે. સુરતને જ નહીં પણ આખા દેશને નશા મુક્ત બનાવવા માટે કામ કરીશું. ૨૦૧૯ની વર્ષમાં વૈદિક હોળી સાથે સુરત શહેરમાંથી શરૂ થયેલી ઝુંબેશને દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં સહર્ષ આવકાર મળી રહ્યો છે. સંકલ્પયાત્રાને સુરતવાસીઓએ શાનદાર સ્વીકૃતિ આપી છે. ગુરુવારે સાંજના સુમારે ઠેરઠેર હોલિકા દહનના કાર્યક્રમો સાથે જ પર્યાવરણના જતન અને ગૌવંશના સંવર્ધન, સ્વાવલંબન અને નશામુક્ત યુવાધન માટે પણ અનેરો સંદેશો આપવામાં આવશે. ગત વર્ષે કોરોના મહામારીના ગ્રહણ સામે આ વર્ષે શહેરીજનોમાં સ્વયંભૂ જાગૃતિ આવતા ગૌશાળાઓ દ્વારા બેથી ત્રણ ગણી વધુ ગોબરસ્ટીક બનાવી હતી.

હોળી પર્વના અઠવાડિયા પહેલાથી જ ઇન્ક્‌વાયરીનો મારો જાેવા મળ્યો હતો. તે સાથે જ ગુરુવારે વરાછા, અમરોલી. કતારગામ, અડાજણ, ઉધના સહિતના વિસ્તારોમાં વૈદિક હોળી થશે. આ નિમિત્તે ગૌશાળા, ગૌપ્રમીઓ દ્વારા ફરીવાર હોળી તો વૈદિક જ પ્રગટાવવાની અને પ્રહ્લાદની જેમ પર્યાવરણ બચાવવાની અરજ કરવામાં આવી છે. ગૌશાળા, ગૌપ્રેમીઓના જણાવ્યા મુજબ, ગૌમયકાષ્ઠથી તૈયાર થતી વૈદિક હોળી પ્રગટાવવાથી ગૌવંશના સ્વાવલંબનનો સંદેશ મળે છે. પર્યાવરણને પણ લાભ થાય છે. વૈજ્ઞાનિક ઢબે જાેઇએ તો, ગૌમયકાષ્ઠ પ્રગટાવવાને કારણે વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધે છે. વાતાવરણમાં ઇથીલીન ઓક્સાઇડ, પોપીલીન ઓક્સાઇડ છૂટા પડે છે. ઓપરેશન થિયેટરમાં બેક્ટેરિયાનો નાશ ખરવા આ બન્ને ઓક્સાઇડનો ઉપયોગ થાય છે, આમ પર્યાવરણ ની માવજત માટે પણ વૈદિક હોળી લાભદાયી નીવડે છે.વૈદિક પરંપરા પ્રમાણે ગાયના છાણમાંથી બનેલી ગોબરસ્ટીકની મદદથી વૈદિક હોળી પ્રગટાવવાના સંકલ્પમાં આ વર્ષે સેંકડો શહેરીજનો જાેડાયા છે. જ્યારે કતારગામ સ્વામિનારાયણ ગુરુકુળમાં અનોખી હોળી એટલે કે, ગુટખા સિગરેટ તંબાકુને સળગાવી હોળી કરવાનું આનોખું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ બાળકો અને તેના માતા પિતાને વ્યસન મુક્તિના સંદેશા સાથે કેન્સર મુક્ત સમાજના નિર્માણ સાથે હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/