fbpx
ગુજરાત

સુરતમાં ગ્રીષ્મા હત્યાકેસ સંદર્ભે ભજવાશે નાટક,”સ્ટોપ” નાટક થકી દિગ્દર્શક અને કલાકારોએ લોકોના મન સુધી પહોંચવાનો પ્રયાસ.!

સુરત સહીત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા હત્યા કેસ તો આપ સહુને યાદ જ હશે. જયારે આ ઘટના ઘટી ત્યારબાદ લોકોના મનમાં અનેક પ્રશ્નો હતાં. જેવા કે, આવી ઘટના કેમ ઘટી? શું આને રોકી શકાયું હોત ? ગ્રીષ્મા ને બચાવી શકાઈ હોત? કે પછી ફેનિલ ને સમજાવી શકાયો હોત ? પરંતુ ઘટના બની ગયા બાદ ના આ પ્રશ્નો નિરર્થક છે. ત્યારે લોકોના મન માં ઉભવેલા આ પ્રકારના પ્રશ્નોને વાચા આપવા માટે સુરતના નાટ્ય કલાકારોએ ગ્રીષ્મા હત્યાકાંડ નો સંદર્ભ લઈને એક નાટક “સ્ટોપ” બનાવ્યું છે. “સ્ટોપ” નાટક થકી નાટક ના દિગ્દર્શક અને કલાકારોએ લોકોના મન સુધી પહોંચવાનો પ્રયત્ન જરૂર કર્યો છે. આ નાટક સુરતના નાટ્યકાર દ્વારા ભજવવામાં આવનાર છે.

ગ્રીષ્મા હત્યાકાંડનો વિડીયો જોયા બાદ પરેશભાઈ ના મગજમાં વિચાર આવ્યો કે, આ ઘટના શા માટે બની? અને હજુ પણ કદાચ ઘણી ગ્રીષ્માઓ સમાજમાં છે અને કેટલાય ફેનિલ હજુ સમાજમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે, ત્યારે સમાજને જાગૃત કરવા અને આ ઘટના પરથી બોધપાઠ લેવા શા માટે એક નાટક થકી લોકોના મન સુધી કેમ ન પહોંચી શકાય ? બસ તેમને આ વિચાર આવ્યો અને તેમણે લોકોને આ નાટક થકી પ્રશ્ન પૂછીને જાગૃત કરવાનું નક્કી કર્યું કે,આ મુદ્દો સમાજમાં ચર્ચવા લાયક છે અને તેના પર ચર્ચા જરૂરથી થવી જ જોઈએ.. આ નાટકમાં ફેનિલ અને ગ્રીષ્માનું મુખ્ય પાત્ર ભજવનાર કલાકાર અંગે પણ દિગ્દર્શક અસમંજસમાં હતાં. પરંતુ, કલાકાર એ જ હોય છે જે પાત્ર ભજવી જાણે તે પછી સારું કે ખરાબ. આ નાટકમાં ફેનિલનું પાત્ર નેગેટિવ જ છે,પરંતુ એક કલાકાર તરીકે તેને ભજવવું તો પડે જ તેવું વિચારીને તેનું પાત્ર ભજવનારે ખૂબ જ મહેનત કરી છે. ફેનિલ અને ગ્રીષ્માનું પાત્ર ભજવનાર કલાકારો પણ ગર્વ અનુભવી રહ્યા હતા કે સમાજમાં એક સારો મેસેજ એક સારી વાત લોકો સુધી પહોંચાડવાનું તેઓ માધ્યમ બની રહ્યા છે.

કોઈ ગ્રીષ્મા પીડાતી હોય કે કોઈ ફેનિલ ક્યાંક ઘૂંટાતો હોય તો તેને સમજાવવાનો પ્રયાસ આ નાટક દ્વારા કરવામાં આવ્યો છે. આગામી દિવસો માં જયારે ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ આવી રહ્યો છે, ત્યારે સુરતના આ નાટ્યકારો દ્વારા રંગભૂમિમાં પ્રાણ પુરવાની સાથે સાથે સમાજમાં એક જાગૃતિ લાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/