fbpx
ગુજરાત

ધનસુરાના વનઅધિકારી અને બે કાયમી રોજમદાર ૩૦ હજારની લાંચ લેતા પકડાયા

સાબરકાંઠા એસીબીએ ધનસુરાના વડાગામમાં ચાની કીટલી પર છટકું ગોઠવી ધનસુરા આરએફઓના કહેવાથી રૂ.૩૦ હજારની લાંચ લેતાં બે કાયમી રોજમદારોને પકડી લીધા હતા. ધનસુરા તાલુકાના મહાકાળી સખી મંડળ ગ્રૃપ નર્સરી દ્વારા સાબરકાંઠા એસીબીને ફરિયાદ કરતાં છટકું ગોઠવાયું હતું. વનવિભાગના વર્ગ-૨ના અધિકારી હિતેન્દ્ર ફૂલેત્રા, બે કાયમી રોજમદાર દેસાઈ વિક્રમભાઈ અને પરમાર રમેશભાઈ સામે એસીબીએ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ધનસુરા તાલુકામાં જય મહાકાલી સખી મંડળ ગૃપ દ્વારા નર્સરીમાં રોપાનું વાવેતર કરાઇ રહ્યું છે. વનવિભાગે સખી મંડળને પ્રથમ બે હપ્તાના રૂ. ૬૬૫૦૦ જય મહાકાલી સખી મંડળના ખાતામાં ફાળવ્યા હતા. ઉપરોક્ત નાણાં અંગે મહાકાળી સખી મંડળના મહિલાના પતિને બોલાવીને વનવિભાગના અધિકારીએ તેની પાસે રૂ. ૩૦ હજારની માંગણી કરતા સખીમંડળની મહિલાના પતિ ૩૦હજાર આપવા માંગતા ન હોઇ સાબરકાંઠા એસીબી હિંમતનગરમાં ફરિયાદ કરતાં એસીબી દ્વારા ગુરુવારે ધનસુરાના વડાગામમાં ચિત્રકલા સ્ટુડીયોની આગળ ચાની કીટલી પર છટકું ગોઠવતા છટકામાં દેસાઈ વિક્રમભાઈ સાહરભાઇ (૪૪) કાયમી રોજમદાર વિરાંજલી નર્સરી નવલપુર તા.ધનસુરાના કહેવાથી પરમાર રમેશભાઇ મંગાભાઈ (૪૦) કાયમી રોજમદાર વિરાંજલી નર્સરી નવલપુર વર્ગ-૪ ના કર્મીએ સખીમંડળના મહિલાના પતિ સાથે વાતચીત કરી હિતેન્દ્ર મુકેશભાઈ ફૂલેત્રા (૩૪) રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધનસુરા વર્ગ- ૨ વતી રૂ.૩૦ હજારની લાંચ સ્વીકારતાં એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ ગયો હતો. એસીબીએ ધનસુરા ફોરેસ્ટ ઓફિસર અને બે કાયમી રોજમદાર સામે ગુનો નોંધી એસીબીના પી.આઇ વી એન ચૌધરીએ કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/