fbpx
ગુજરાત

વડોદરાના સયાજીપુરામાં નવું રાત્રી બજારની ૩૫ દુકાનો માટે અરજીઓ મંગાવાઈ

વડોદરા સયાજીપુરા ખાતે રાત્રી બજાર બનાવ્યા બાદ પ્રથમવાર જાહેર હરાજીથી આ દુકાનો ફાળવવા મિનિમમ અપસેટ વેલ્યુ ૬ લાખ અને ડિપોઝિટની રકમ પણ ૬ લાખ નક્કી કરી અરજીઓ મગાવી હતી. જાેકે એક પણ અરજી આવી ન હતી. જેથી ભાવ ઘટાડો કરી મિનિમમ વેલ્યુ અને ડિપોઝિટની રકમ ૩.૧૧ લાખ રાખી હતી. એ પછી ૩ વખત જાહેરાત આપી અરજી મંગાવી હતી, પરંતુ કોઈએ રસ દર્શાવ્યો ન હતો. ત્યારબાદ ૨.૨૫ લાખની રકમ નક્કી કરી ૩ વખત અરજી મગાવાઈ હતી.

બીજી તરફ આજવા રોડ પાસેના રાત્રી બજારની તમામ દુકાનો બને તેમ જલ્દી ફાળવીને આવક ઊભી કરી શકાય તે માટે મિનિમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમ ઘટાડી દોઢ લાખની ફી નક્કી કરી ૩ વર્ષ માટે ફાળવવા માટેના ર્નિણયને સમગ્ર સભાએ બહાલી આપી હતી. પરંતુ આમ છતાં કોઇ લેવાલ નહીં મળતા હવે અપસેટ વેલ્યુ ઘટાડીને ૧ લાખ કરવામાં આવી છે. હવે સયાજીપુરા રાત્રીબજાર માટે એક લાખની અપસેટ વેલ્યુથી અરજી મંગાવવામાં આવી છે, ત્યારે રસ ધરાવતા લોકો ૧૨ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં આ અંગે અરજીઓ કરી શકશે. અરજીપત્રકો કોર્પોરેશનની કચેરી ખાતે મોકલવાના રહેશે.

વડોદરા પાલિકા દ્વારા આજવા રોડ નેશનલ હાઇવે-૮ ને અડીને જ સયાજીપુરા ખાતે રાત્રી બજારની ૩૫ દુકાનો બનાવાઈ છે. કારેલીબાગ પછી સયાજીપુરામા નવું રાત્રી બજાર બનાવવામાં આવ્યું છે. પરંતુ આ દુકાનોની ડિપોઝિટ અને મિનિમમ અપસેટ વેલ્યુ વધારે પડતી હોવાથી જાહેર હરાજીમાં દુકાન ખરીદવા માટે કોઈ તૈયાર થતું નથી. જેના કારણે આ દુકાનો છ વર્ષથી ખાલી પડી રહી છે. જેના માટે હવે ફરીથી પાલિકાએ અરજીઓ મંગાવી છે અને અપસેટ વેલ્યુ ઘટાડીને ૧ લાખ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/