fbpx
ગુજરાત

ગુજરાતમાં બીજા દિવસે પણ તબીબોની હડતાલના કારણે સરકારી હોસ્પિટલોની બહાર લાંબી લાઈનો

ગુજરાતમાં તબીબોની હડતાલના કારણે સરકારી હોસ્પિટલોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. તેમાં પણ ખાસ કરીને મોટી શહેરની તમામ સિવિલ હોસ્પિટલની અંદર આેપીડીની બહાર લાંબી લાઈનો લાગી છે. દર્દીઓને હાલાકી પડી રહી છે. રેસીડેન્ટ ડૉક્ટરો કામ પુરતુ જ કામ ચલાવી રહ્યા છે. 
ઓપીડીની બહાર કામ અર્થે લોકો લાઈનમાં ઉભા રહ્યા છે. મેન ડૉક્ટરો જોવા નથી મળતા પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે, ખાસ કરીને અમદાવાદ, સુરત સહીતના મોટા શહેરોમાં લાઈનમાં લોકો ઓપીડીની બહાર ઉભા રહ્યા છે. લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
 તેમાં પણ ઘણા દર્દીઓના ઓપરેશનો પણ અટવાઈ ગયા છે એક અંદાજ મુજબ 2થી 3 હજાર ઓપરેશનો રાજ્યમાં અટકી ગયા છે. ડૉક્ટરો હડતાલ પર જોડાયા હોવાના કારણે આ મુશ્કેલીઓ સર્જાઈ છે. રેસીડેન્ટ ડૉક્ટરો પર કામનું ભારણ આવી ગયું છે. 
સરકારી હોસ્પિટલના 10 હજાર તબીબો આજથી તેમની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત સરકારમાં જેટલા પણ ફરજ બજાવે છે એ તમામ ડૉક્ટરો ઉપરાંત 6 મેડિકલ કોલેજો, 8 જીએમઈઆરએસ, ક્લાસ 1 અને ક્લાસ ટુ કેટેગરીના ડૉક્ટરો, પીએચસી સેન્ટર સાથે જોડાયલા તબીબો હડતાલ પર ઉતર્યા હોવાથી આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. 
નોન પ્રેક્ટિસિંગ અેલાઉન્સનો ઠરાવ ફરી અમલમાં લાવો તેવી માંગણી, રીટાયર્ડ તબીબી શિક્ષકોને તાત્કાલિક પેન્શન મળવા પાત્ર થાય, એડહોક સેવાઓને સળંગ કરવામાં આવે, તબીબોની કોન્ટ્રાક્ટ ભરતીઓ બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે. આ સહીતની માંગ કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/